વિવાદ:આમળીમાં નજીવી બાબતે ભત્રીજાએ કાકાનું માથું ફોડ્યું

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત - Divya Bhaskar
ઇજાગ્રસ્ત
  • માથામાં ઇજા થતાં પારડીની હોસ્પિટલમાં

પારડીના આમળી ગામે આહીર ફળિયામાં રહેતા મંગુભાઈ ભગુભાઈ આહીર ગત મંગળવારે પોતાના ઘર આંગણામાં વરસાદની વાછટ ન લાગે તે માટે છજ્જુ બાંધી રહ્યા હતા ત્યારે તેમના પાડોશમાં રહેતો ભત્રીજો આશિષ પ્રફુલભાઇ આહીર તેમની પાસે આવી અહીં છજ્જુ બાંધવાનું નથી જમીન ધોવાઈ જશે કહીં ઉશ્કેરાઇ જઇ મંગુભાઈ સાથે ઝઘડો કરી લાકડાં વડે માર માર્યો હતો.

જેમાં લાકડાંનો ફટકો મંગુભાઈ ના માથામાં લાગતા લોહીલુહાણ હાલતમાં તેમને પત્ની સંગીતાબેન પતીને બચાવવા જતા આશિષે તેમને પણ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી જોતો રહ્યો હતો બીજી તરફ મંગુભાઈને તાત્કાલિક પારડીની ખાનગી હોસ્પિટલ દાખલ કરાતા માથાના ભાગે ટાંકા લેવાની ફરજ પડી હતી આ સમગ્ર બાબતે મંગુભાઈની પત્ની સંગીતા બેને પારડી પોલીસ મથકે ભત્રીજા આશિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...