તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપ:પારડી પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી ન હોવાનો સભ્યોએ જ આરોપ મુક્યો

પારડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાત છે એવા વોર્ડમાં પહેલા કામગીરી કરવાની માગ

પારડી પંથકમાં સવારથી વરસાદ વરસ્યો હતો. જેને લઇ પારડી નગર પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી માં પણ એકને ગોળ અને એકને ખોળની નીતિથી પોલ ઉઘાડી થઇ છે. પારડી પાલિકાએ ફક્ત દેખાવો કરી કોઈ કામગીરી કરી ન હોવાનું પાલિકાના જ વોર્ડ નંબર પાંચના સભ્ય દિલીપ પટેલ આક્ષેપ કર્યો છે.

પારડી હાઇવેના સર્વિસ રોડને ધીરુભાઈ સત્સંગ હોલ સામેથી વર્ધમાન હાર્ડવેર તરફ જતી વરસાદી પાણીની ગટર બ્લોક થઇ હતી. 15 દિવસ પહેલા દિલીપભાઈએ પારડી પાલિકાને લેખિતમાં જાણ કરી હતી કે સમગ્ર ગામનું પાણી અમારા વોર્ડ નંબર 5 મા ભેગું થવાને લઈ સૌ પ્રથમ પાંચ નંબરમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે પરંતુ નગર જનોના હિતની પરવા કર્યા વિના અહીં પણ કોંગ્રેસ ભાજપનું રાજકરણ લાવી વોર્ડ પ્રમાણે ગામમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવશેનું રટણ લગાવતા પહેલા જ વરસાદનો ભોગ વોર્ડ નંબર 5 ના નગર જનો બન્યા હતા. ગટરમાં બ્લોક થતા વોર્ડ નંબર પાંચના સદસ્યોએ ફરી રજુઆત કરતા પાલિકાના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાએ જીભાઝોળી બાદ જેસીબી ફાળવી કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...