માનવતાનું ઉદાહરણ:શહેરમાં રખડતા મૂંગા પશુધનની વ્હારે આવતી પારડીની ગૌસેવા સમિતી

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરસાડીમાં નંદીના પગમાં ફસાયેલા ડબ્બાને દૂર કરી પીડા મુક્ત કર્યું

રખડતા મૂંગા પશુધનને કોઈ ઇજા હોય કે માંદગીના કારણે પીડાતું હોય જેવી ટેલીફોનિક જાણ થતાં જ નવ યુવાનોની પારડીની ગૌ સેવા સમિતિના સભ્યો ર સ્વખર્ચે અને જરૂરી દવા સાથે પહોંચી પશુધનની સારવાર કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ત્યારે ઉમરસાડી માછીવાડ ખાતે એક નંદીના પગમાં લોખંડ નું ડબ્બુ ફસાયેલું હોય જેના કારણે નદી મહારાજના પગમાંથી લોહી નીકળતા પીડાઈ રહ્યું

હોવાની જાણ ઉમરસાડી માંછીવાડ ખાતે રહેતા અશોકભાઈ ટંડેલે ગૌસેવા સમિતિના કાંતિ માલી ને કરતા ટીમના સભ્યો રાજેશભાઈ રાજપૂત, રાહુલભાઈ ડૂબે, રઘુભાઈ ભરવાડ ઉમરસાડી માછીવાડ ગામે પહોંચ્યા હતા પરંતુ નંદી મહારાજ અસહ્ય પીડાથી આમતેમ ભટકતો હોવાથી સૌપ્રથમ નંદી મહારાજ ગૌ સેવા સમિતિને ટીમને મળી આવ્યો ન હતો અને તેને શોધવા માટે તેઓએ લગભગ ત્રણથી ચાર કલાક ની જહેમત ઉઠાવતા આ નંદી મહારાજ દરિયાકિનારે ની એક વાડીમાં મળી આવ્યો હતો

જેને પકડી પાડવા માટે ઉમરસાડી ટીવી સ્ટ્રીટના યુવાનો મદદે આવતે તે પણ ત્રણથી ચાર કલાક ની જહે મતે પકડાયો હતો. જે બાદ નંદી મહારાજ ના પગ માં ફસાયેલા લોખંડના ડબ્બાને સાવચેતીપૂર્વક કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું અને આ નંદી ને યોગ્ય સારવાર આપી ગૌરક્ષક દળ ની ટીમેં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...