તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પારડી કંપનીમાં આગ, 8 ફાયરની મદદથી ચાર કલાકે પણ ન બુઝાઈ

પારડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના 30 કામદારો સહી સલામત રીતે બહાર આવ્યા

પારડી બાલદાની ભાનુશાલી પેકેજીંગ કંપનીમાં સોમવારે સવારે આગ લાગતાં દોડધામ મચી હતી. જે સમયે કંપનીમાંથી જેટલા કામદારો કામ કરી રહ્યા હતા તે દોડીને બહાર આવી જતા જાનહાનિ થઇ ન હતી. પેકેજીંગ મટીરીયલ બનાવતી કંપનીમાં પુઠ્ઠાના રોલ અને બોક્સ જેવો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે થોડી જ વારમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં પારડી પાલિકાની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ જોતા વધુ ફાયર ટીમની મદદ લીધી હતી.

પારડી ઉપરાત વાપી નોટિફાઇડ-પાલિકા, વલસાડ પાલિકાની બે મળી 8 ફાયર બ્રિગડો મદદ લેવાઈ હતી. પારડી પીએસઆઇ બી. એન. ગોહિલ તેમની ટીમ સાથે પહોંચી લોકોની અવરજવર રોકવા માટે રીબીન બાંધી હતી. કંપની માલિક કાનજી ભાનુશાલીએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જણાવી રહ્યા છે. આગના સમયે કંપનીમાં 30 કામદારો હતા. જેઓ સલામત બહાર આવતા જાનહાનિ કે ઇજા થઇ નહોતી.

JCBથી કંપનીની બારી- પતરા તોડાયા
પુઠા- રોલનો જથ્થોને લઇ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટા થઈ જતા ફાયરબ્રિગેડની ટીમને મુશ્કેલી પડતા જેસીબીથી ગોડાઉનની બારીઓના કાચ અને પતરા તોડી ધૂમાડો બહાર કઢાયો હતો.

એક્ઝોશ ફેનથી ધુમાડો દૂર કરાયો
ધુમાડો વધુ હોવાથી ફાયરની ટીમ કંપનીમાં જતી પણ હતી પરંતુ ધુમાડાના ગોટાને લઇ તેઓ નરી આંખે જોઇ પણ શકતા ન હતા જેથી એક્ઝોશ મશીન મંગાવી આ મશીનથી ધુમાડાને ઝડપથી બહાર કાઢવાનો પ્રયત્ન કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...