આપઘાત:મોટા વાઘછીપામાં 2 સંતાનના પિતાએ બેકારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

પારડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતના યુવકે સાસરીમાં જ ફાંસો ખાતા પોલીસને જાણ કરાઈ

મૂળ સુરતનો અને હાલ પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામે રોહિતવાસ ખાતે તેના સાસરે રહેતો વિજય નટુભાઈ બાવાજી ઉવ 38એ ગત બુધવારે બપોરે સાસરીના ઘરે હોલમાં લાગેલી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.આ બનાવની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેને નીચે ઉતારી તબીબને સારવાર માટે બોલાવ્યા હતા ત્યારે ડોક્ટરે વિજયને મૃત જાહેર કર્યો હતો. જોકે સાસરા પક્ષના મતે જમાઈ વિજય બપોરે ઘરમાં સૂતેલો હતો જે બાદ બપોરે 2થી 4ના સમયમાં ફાંસો ખાધો હતો.

વિજયના આપઘાત પાછળ બે સંતાનો સાથે પરિવારનું ભરણ પોષણ કરી શકતો ન હતો કારણે તેને કોઈ કામ ધંધો મળતો ન હતો. જેથી આર્થિક પરિસ્થિતિ ગંભીર બની હોય માનસિક તણાવમાં આવી તેમણે આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.હાલ તો પારડી પોલીસે લાશનો કબજો લઇ પીએમ કરાવી વધુ તપાસ બીટ જમાદાર નીતિનભાઈ આહિરે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...