રહસ્ય અકબંધ:પરિવાર ખેતરે ગયો અને પરિણીતાએ ઘરે ફાસો ખાધો

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક મહિલા - Divya Bhaskar
મૃતક મહિલા
  • પારડીના કચલાવ ગામે બનેલો બનાવ
  • 3 સંતાનની માતાનું આપઘાતનું રહસ્ય અકબંધ

પારડી તાલુકાના મોટી કચવાલગામે મંદિર ફળિયા ખાતે રહેતી ત્રણ સંતાનોની માતા અનીતાબેન નિતિનભાઈ ધો પટેલ ઉ વ 29 ના સાસુ ચંપાબેન અને સસરા બચુભાઈ ગત શુક્રવારના રોજ ખેતરમાં ભાત કાપવા માટે ગયા હતા ત્યારે ત્રણ સંતાનો સાથે અનીતાબેન ઘરે હતી. આ દરમિયાન બપોરે બે થી ચાર વાગ્યાના અંદર અનીતાબેને કોઈ કારણસર ઘરના આગળના રૂમમાં બનાવેલા વાસના લાકડાના માળના લાકડા સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ લીધો હતો.

આ દ્રશ્ય ઘરે હાજર દીકરીઓ જોતાં ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક ખેતરે દોડી જઈ આ અંગે દાદા દાદીને જાણ કરતાં તેવો ખેતરે થી ઘરે દોડી આવ્યા હતા. તેવોએ વહુને ફાસો ખાઈ લટકેલી હાલતમાં જોય તેમણે આજુ બાજુ અને ફળિયામાં જાણ કરી હતી ગામના સરપંચ હીરાભાઈ દોડી આવતા તેમણે આ અંગે પારડી પોલીસને જાણ કરતાં તેવો ઘટના સ્થળે દોડી ગયા હતા અને અને પોલીસે લાશનો કબ્જો લઈ પારડી CHC ખાતે લઈ આવ્યા હતા અને પારડી CHC ખાતે શનિવારના રોજ પી એમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જોકે ત્રણ સંતાનોની માતા અચાનક આપઘાત કરી લેતા પંથકમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા મથામણ હાથ ધરી છે.હાલ તો મહિલાએ કયા કારણોસર આ પગલુ ભર્યુ છે એ દિશામાં તપાસ કરવા માટે પોલીસે પરિવારના નિવેદન લીધા છે.

અન્ય સમાચારો પણ છે...