તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પારડીના ચિવલગામે પટેલ ફળિયામાં રહેતા ચંપક રમણભાઈ પટેલ ઉવ 56 શનિવારે સવારે પોતાની બાઇક નંબરGJ15Q3760 પર ઘરેથી નાનાપોઢાથી પારડી જતા માર્ગ પર આવેલી દુકાનમાં કામ અર્થે ગયા હતા. જ્યાંથી પરત ફરતા મરી માતાના મંદિર આગળ GJ06AZ0889 નંબરના પીએકપ ટેમ્પો સાથે સામેથી અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ચંપકભાઈની બાઈક ઉછળી માર્ગની સાઇડે પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા જેમને ખાનગી વાહનમાં નાનાપોઢા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે 108માં પારડીની ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ચંપકભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ટેમ્પો ચાલક ઘટનાસ્થળેથી ભાગે તે પહેલા લોકોએ ઝડપી પાડી પારડી પોલીસને હવાલે કર્યો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.