ધરપકડ:કલસરથી ચણવઇનું દંપતિ કારમાં દારૂ સાથે ઝડપાયું

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી દંપતી - Divya Bhaskar
આરોપી દંપતી
  • કાર લઇ ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયાસ કર્યો

દમણથી એક સ્વીફ્ટ કારમાં મહિલા અને પુરુષ સવાર થઈ ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો લઈ જતા હોવાની બાતમી મળતા પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ આગળ વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી સ્વિફ્ટ કાર નંબર GJ-15-CL-0877 આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો તો કારમાં સવાર દંપતીએ કારને પુર ઝડપે હંકારી ભાગવાનો પ્રયાસ કરતા દંપતી અને પોલીસ વચ્ચે ફિલ્મી દર્શયો સર્જાયા હતા. જેમાં દંપતીની કારને ભારે નુકસાન પણ પહોંચ્યું હતું.

આખરે પોલીસે આ કારને અટકાવી ચકાસણી કરતા તેમાંથી રૂ.27600નો દારૂ મળી આવતા 5 લાખની કાર અને દારૂ મળી કુલ રૂ 5.28000નો મુદ્દામાલ કબજે લઈ કાર સવાર વલસાડ ચણવઈ વાડી ફળીયાના કમલેશ મોતીભાઈ પટેલ અને તેની પત્ની હિના કમલેશ પટેલની પ્રોહીબિશનના ગુનામાં ધરપકડ કરી હતી. બે દિવસ અગાઉ વરોદરાનું દંપતી દારૂ હેરાફેરી કરતું ઝડપાયું હતું. જે બાદ મંગળવારે વલસાડ ચણવઈનું દંપતી પારડી પોલીસના હાથે ઝડપાઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...