તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગ બનાવવામાં ભ્રષ્ટાચાર:પારડીમાં સિમેન્ટ કોંક્રીટનો માર્ગ માત્ર બે માસમાં ઉખડવા લાગ્યો

પારડી17 દિવસ પહેલા
 • કૉપી લિંક

પારડી પાલિકા દ્વારા દમણી ઝાપા ખાતે રહેતા ગાયત્રી સોસાયટીના રહીશોને એક સરસ સુંદર માર્ગ મળે હેતુથી 14 માં નાણાપંચ હેઠળ સિમેન્ટ કોંક્રીટનો 12 લાખના ખર્ચે માર્ગ બનાવવાનું કામ સુરતની વાય.એમ. કન્ટ્રકશનને સોંપ્યું હતું આ માર્ગનું નિર્માણ થયાને લગભગ બે માસ જેટલા સમય વીતવા આવ્યો છે. આટલા ટૂંકા ગાળામાં આ માર્ગ પરથી કપચીઓ ઉખડવા લાગી છે.

આ માર્ગ સોસાયટીઓના રહીશો ને અવરજવર માટે છે જ્યાં મોટા વાહનોની અવરજવર પણ નહિવત પણ થતી હોય છે તેવા સંજોગોમાં માર્ગ નિર્માણ થયા ના ટુંકા સમયમાં આ માર્ગની આવી પરિસ્થિતિ થતા કોન્ટ્રાક્ટરે માર્ગ નિર્માણમાં બેદરકારી દાખવી વેઠ ઉતારી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના માજી કારોબારી અધ્યક્ષ દેવેનભાઇ શાહના આંગણામાંથી જ આ માર્ગ પસાર થાય છે ત્યારે આ માર્ગ પર થતી વેઠ તેમના નજરે કેમ ના આવી હતી.જેવા પણ પ્રશ્ન થઇ રહ્યા છે.

માર્ગ નિર્માણ સમયે નવા પ્રમુખ હસુભાઈ રાઠોડ પણ હોશિયાર એન્જિનિયરો સાથે સ્થળ નિરીક્ષણ માટે પહોંચતા હોય છે ત્યારે તેમને પણ આ પરિસ્થિતિ નજરે આવી ન હતી કે કેમ તે પણ વિચારવા જેવી બાબત છે આ માર્ગ બાબતે પારડી પાલિકા પ્રમુખ હસુભાઇ રાઠોડ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે માર્ગની આ પરિસ્થિતિ નિર્માણ પામતા આ એજન્સીને નોટિસ પાઠવવામાં આવી છે અને તાત્કાલિક રીપેર કરે તેવું જણાવવામાં આવ્યું છે નું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો