કાર્યવાહી:પલસાણા ખાડીમાં ડૂબેેલા બીજા યુવકની લાશ બે દિવસ બાદ મળી

પારડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 યુવકો ડૂબ્યા હતા 1નો મૃતદેહ તેજ દિવસે મળ્યો હતો

પારડી તાલુકાના પલસાણા ગામે નવીનગરી ખાતે થી પસાર થતી ગંગાજી ખાડીમાં ગત ૩૦ સપ્ટેમ્બરના રોજ પલસાણા ભંડાર ખાતે રહેતા પ્રવીણ ભાઈ બાબુભાઈ નાયકા અને દેવાંગ ગણેશ નાયકા માછલી પકડવા માટે ગયા હતા ત્યારે માછલી પકડતા ખાડીમાં અચાનક પાણીનું વહેણ વધી જતા દેવાંગ ડૂબવા લાગ્યો હતો જેને બચાવવા માટે પ્રવીણ તેની પાસે જતા બંને યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા જોકે આ ડૂબેલા યુવાનોને શોધવા માટે પારડી ચંદ્રપુર ખાતે રહેતા માંગેલા લાઈફ સેવર ટીમના તરવૈયાઓને તેડાવ્યા હતા તેઓની ભારે શોધખોળ બાદ જે તે દિવસે પ્રવીણ નો મૃતદેહ મળી આવ્યો હતો.

પરંતુ દેવાંગ નો પત્તો લાગ્યો ન હતો દેવાંગની શોધવા માટે તરવૈયાઓએ છેલ્લા બે દિવસથી અથાક મહેનત કરી પાણીમાં શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન આજે શનિવારના રોજ સવારે દેવાંગ નો મૃતદેહ પણ બનાવવાળા સ્થળથી થોડે દૂર મળી આવ્યો હતો જેની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...