લોકોમાં શંકાકુશંકા:ખેતરે ગયેલી ટુકવાડાની મહિલાનો મૃતદેહ કૂવામાંથી મળ્યો

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક મહિલા - Divya Bhaskar
મૃતક મહિલા
  • ખેતરે કામ માટે ગયેલી 35 વર્ષીય મહિલાના મોતને લઇ લોકોમાં અનેક શંકાકુશંકા

ટુકવાડા ગામે ઢોડિયાવાડમાં રહેતી મનિષાબેન દિલીપ પટેલ ઉંમર વર્ષ 35 ગત મંગળવારે ખેતરમાં કામ કરવા જાઉં છું કહી ઘરેથી નીકળી હતી. જે બાદ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા આજુબાજુના ખેતરોમાં શોધખોળ કરતા ટુકવાડા થી સરોધી ગામ તરફ જતા કિશોરભાઈ પટેલની આંબાવાડીમાં પ્રવેશ દ્વાર ખુલ્લો હોય અંદર તપાસ કરતા કૂવાના બાજુમાં મનીષાની ચપ્પલ અને ટુવાલ મળી આવ્યા હતા.

કુવામાં જોતા પાણીમાં ડૂબેલી તેણીની લાશ મળી આવી હતી. જેની જાણ ભત્રીજાએ તેના કાકા દિલીપભાઈ અને ગામના અન્ય લોકોને કરતા ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસની હાજરીમાં મનીષાબેનનો મૃતદેહ બહાર કાઢી ઓરવાડ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડાયો હતો. ખેતરમાં કામ કરવા ગયેલી મનિષાબેનની લાશ આમ કૂવામાંથી મળી આવતા અનેક શંકા ઉઠવા પામી છે. ઘટનાસ્થળે એફ.એસ.એલ.ની ટીમ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...