દુર્ઘટના:કોલક ખાડીમાં પાણીનું વહેણ વધતા હોડી ઉંધી વળી: એક ડૂબ્યો, બે બચ્યા

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે તરીને બહાર અવવામાં સફળ, ઉદવાડા ગામના યુવકે જીવ ગુમાવ્યો

ઉદવાડા ગામ ખાતે રહેતા ત્રણ વ્યક્તિઓ હોડીમાં દમણ થી પરત ઘરે આવતા કોલક ખાડીમાં હોડી પાણીમાં ઉંધી વળી જતાં હોડીમાં સવાર ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે બે તરીને બહાર આવવામાં સફળ રહ્યા હતા. પરંતુ એક યુવક પાણીમાં ગરક થઇ જતાં લાપતા બન્યો હતો જેની લાશ બીજા દિવસે ઉદવાડા માંગેલવાડ દરિયાકિનારેથી મળી આવી હતી.

ઉદવાડા ગામ ઝંડા ચોક ખાતે રહેતા અબ્દુલ ઉસ્માન શેખ ઉવ 24 અને તેમનો મિત્ર જીતેશ રમેશભાઈ માંગેલા રામાભાઇ ટંડેલ તેઓ નાની હોડી લઈને દમણ ગયા હતા અને તેવો હોડી મારફતે પરત આવી રહ્યા હતા ત્યારે કોલક ખાડીની નદી પસાર કરતી વેળાએ નદીમાં અચાનક પાણીનું વહેણ વધી જતા તેમની નાનકડી હોડી ઉંધી વળી ગઇ હતી જેને પગલી હોડીમાં સવાર ત્રણેય પાણીમાં ગરકાવ થઇ ગયા હતા જોકે તરીને કિનારે આવવામાં જીતેશ માંગેલા અને રામાભાઇ ટંડેલ સફળ રહ્યા હતા ત્યારે અબ્દુલ ઉસ્માન શેખ નદીના પાણીમાં ગરક થઇ લાપતા બન્યો હતો જોકે આ ઘટનાની જાણ ગામના લોકોને થતા ગામના અગ્રણી અને માજી સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ ભાઈ પટેલે અબ્દુલ શેખની દરિયામાં શોધખોળ શરૂ કરી હતી જોકે આ શોધખોળ દરમિયાન ઉદવાડા માંગેલ વાડના દરિયાકિનારે અબ્દુલ શેખ નો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ પારડી પોલીસને કરતા પારડી પોલીસે લાશનો કબજો લઈ પી.એમ.માટે ઓરવાડ CHC હોસ્પિટલ લઇ ગઈ હતી અને જ્યાં પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે આવા વરસાદી માહોલ વચ્ચે આ ત્રણ વ્યક્તિઓ શા માટે હોડીમાં બેસી દમણ ગયા હતા જેવા અનેક સવાલો પણ પંથકમાં થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...