તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:બાલદામાં મોટા વાહનોને રોકવાની એન્ગલ ગાયબ

પારડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે JCBથી કોઇ એન્ગલ કાઢી લઇ ગયા

નાશીક તરફથી આવતા મોટા ટ્રક કન્ટેન્ટર જેવા વાહનો પારડી બજાર થઈ નેશનલ હાઇવે 48 તરફ જતા હોવાથી પારડી શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવાથી તંત્ર દ્વારા ચિવલ રોડ જગાત નાકાથી પ્રવેશ આપી બાલદા થઈ જીઆઈડી થઈ હાઇવે તરફ વાહનોનો ડાઈવરઝન આપતા બાલદા ગામે મોટા વાહનોના પ્રવેશને લઈ અકસ્માતો તેમજ ખરાબ રસ્તા બનતા ગામલોકો એ મોટા વાહનોના પ્રવેશ અંગે વિરોધ કર્યો હતો અને આ બાબતે ગ્રામ પંચાયત માં ઠરાવ કરી માર્ગ પર લોખંડની મોટી એંગલ મારી દેવામાં આવી હતી જેને લઇ મોટા વાહનોનો પ્રવેશ અટક્યો હતો પરંતુ એંગલ લાગ્યા ના કેટલાય મહિના બાદ ગત મંગળવારના રાતે કોઈ જેસીબી લઈ આવ્યું હતું અને એંગલ કાઢી ને લઈ જતા આજે ગામલોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ને એંગલ ચોરાયાનો આક્ષેપ કર્યો હતો. અને આ એંગલ ચોરાઈ હોવાની ગામના સરપંચ સેજલબેને પારડી પોલીસને જાણ કરી હતી.

એંગલ ગાયબ થયા બાદ આજે ફરી મોટાવાહનો પ્રવેશતા ગામલોકો એ અટકાવ્યા હતા અને પરત ફેરવ્યા હતા જોકે જાણવા મળેલી વિગતો મુજબ જવાબદાર તંત્રએ આ એંગલને ગેરકાયદેસર ગણાવી હતી અને આ અંગે બાલદાગ્રામ પંચાયતની લેખિતમાં જાણ કરી હતી જે બાદ તંત્ર એંગલ કાઢી લઈ ગયાની વિગતો સાપડવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...