તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુખલાવમાં તારખુંટા તોડી માલિકને મારવાની ધમકી

પારડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પિતા-પુત્ર સામે પારડી પોલીસમાં ફરિયાદ

સુખલાવગામે વાણીયાવાડ ખાતે રહેતા હરીશભાઇ કાન્તિલાલ શાહની સંયુક્ત માલિકીની સુખલાવ અતુલ ફળિયા બાલદારોડ ઉપર જમીન આવેલી છે. જે જમીનમાં અગાઉ બાવળના કાંટાની વાડ હતી જે વાડ કાઢી તેઓ દ્વારા હાલમાં તાર ખૂંટાનું કમ્પાઉન્ડ કરવામાં આવ્યું છે. જેને લઇ તેમનાગામમાં રહેતા પ્રવીણ ઉર્ફે ભાયલો મોહનભાઈ હળપતિએ ગત રોજ હરીશ ભાઈને રસ્તામાં રોકાયો હતો અને તાર ખૂંટાનું કંમ્પાઉન્ડ કેમ કર્યું છે.

અને કોને પૂછીને કર્યું છે જે સામે હરીશભાઇએ અમારી માલિકીની જગ્યા છે તેમાં બીજાને શું પૂછવું એવું કહેતા બોલાચાલી થઇ હતી જે બાદ પ્રવીણભાઈનો પુત્ર કેતન ઉર્ફે કેતુ અને હિરેન હળપતિએ હરીશભાઇ અને તેના કાકાના દિકરા સંજય તેમજ તેમનો દીકરો ચેતન અને મયંક ને અલગ અલગ સમયે ફોન કરી તારા ખૂંટા બાબતે બોલાચાલી કરી ઝઘડો કરી ના-લાયક ગાળો આપી હતી.આ સાથે આ હાથ પગ તોડી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો