અકસ્માત:રામપોર ગામે વાહને બાઇકને ટક્કરે સુખેશના યુવકનું મોત

પારડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાપી કામ કરી બાઇક લઈ ઘરે ફરતા નડ્યો અકસ્માત

પારડીના સુખેશ પારસી ફળિયા નો યુવક વાપી સેન્ટીંગ નું કામ કરી પરત ઘરે ફરતા સુખેશ રામપોર રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઇક ચાલક યુવકનું ઘટના મોત નિપજવા પામ્યું છે. પારડી તાલુકાના સુખેશ પારસી ફળિયામાં રહેતો અને વાપી સેન્ટીંગ મજૂરી કામ કરતો અલ્પેશ નટુભાઈ પટેલ ઉ વ 31 ગત શુક્રવારના રોજ સવારે તેની પેશન બાઈક નં GJ-15-AB-7199 પર સવાર થઈ વાપી સેન્ટીંગ મજૂરી કામે ગયો હતો.

ત્યાંથી તે પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે સુખેશ રામપોર ફળિયા નજીક તેની બાઇક ને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફેંકી દીધો હતો જેમાં તેને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજવા પામ્યું હતું આ અંગેની જાણ પારડી પોલીસને થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબજો લઈ પારડી રેફરલ હોસ્પિટલ ખાતે મૂકી પીએમ કરાવ્યુ હતું અને અકસ્માત સર્જી ભાગી છૂટેલા અજાણ્યા વાહનને શોધવ પારડી પોલીસે મથામણ હાથ ધરી છે. ત્યારે અકસ્માતમાં મોત ને ભેટેલો અલ્પેશભાઈ ના સંતાનમાં એક દીકરી અને એક દીકરીને તેમનું મોત નિપજતા પરિવારમાં શોકની કાલિમા ફરી વળવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...