દુર્ઘટના:સુખેશમાં બાઈક સ્લીપ થતા સુખલાવના યુવકનું મોત

પારડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મામાને સસરાના ત્યાંથી પરત આવતા હતા
  • ઇજાને લઇ ​​​​​​​હોસ્પિટલમાં સારવાર લેતો હતો

સુખલાવના યુવકનું સુખેશ કસ્તુર ફાર્મ પાસે બાઈક સ્લીપ થતા ગંભીર રીતે ઘવાયો હતો જેની છેલ્લા સાત દિવસથી હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. પારડીના સુખલાવ ગામે વચલા ફળિયા ખાતે રહેતો પિન્ટુ અરવિંદભાઈ પટેલ ગત તારીખ 28 ડિસેમ્બરે બાઈક લઈ મામા સસરાને ત્યાં નાના વાઘછીપા ગામે આવ્યો હતો.

જ્યાંથી તે રાત્રે 10.30 કલાકે પરત ઘરે આવવા નીકળ્યો હતો ત્યારે નાના વાઘછીપા સુખેશ કસ્તુર ફાર્મ પાસે પારડી જતા રોડ ઉપર પિન્ટુએ બાઇકના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક સાથે માર્ગ પર સ્લીપ થઈ પટકાયો હતો જેમાં તેને માથામાં ગંભીર ઇજા થતા પ્રથમ સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં 3 જાન્યુઆરીએ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઘટનાની જાણ પારડી પોલીસને કરાતા પોલીસે અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પારડી તાલુકાના સુખેશ ગામમાં છેલ્લા દિવાળી બાદ અકસ્માતના બનાવમાં વધારો થયો છે. આ માર્ગ જીવલેણ પણ બની રહ્યો હોય પોલીસ તંત્ર દ્વારા યોગ્ય નિરીક્ષણ કરી અકસ્માત રોકવા પ્રયાસ હાથ ધરવામાં આવે તેવી લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...