તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:સિવિલ મેરેજ બાદ છૂટાછેડાથી વ્યથિત પારડીના યુવકનો આપઘાત

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચંદ્રપુરની ઝાડીમાં ફાંસો ખાધેલી લાશ મળી, પ્રેમિકાએ ફરી લગ્નની ના પાડી હતી

પારડી દમણીઝાંપા પ્રિન્સેસ પાર્ક ખાતે રહેતા પારડી પાલિકાના નિવૃત્ત કર્મચારી ગુલાબભાઈ સી પટેલના 25 વર્ષીય પુત્ર મિતેશ પટેલે ઉવ. 24એ પારડી પાર નદી કિનારે ચંદ્રપુરઝાડીમાં ઝાડ સાથે પ્લાસ્ટિકનો પટ્ટો બાંધી ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્તાયુ હતું. મિતેશ પારડી ભેસલાપાડાની કુસુમઘર કંપનીમાં લેબ.ટેકનિશિયન તરીકે નોકરી કરતો હતો. દમણના વાકડમાં રહેતી એક યુવતી સાથે મિતેશે સિવિલ મેરેજ કર્યા હતાં. પરંતુ કોઇ કારણસર બંને વચ્ચે છુટાછેડા પણ થયા હતા.

બંને પ્રેમીઓ ફરીથી એક થાય તે માટેની મીટીંગ કરી હતી પરંતુ મિટિંગમાં યુવતીએ ફરી લગ્ન કરવાની ના પાડતા મિતેશને ખોટું લાગી આવ્યું હતું અને ત્યાંથી પોતાની કાર લઈ નીકળ્યો પણ તે ઘરે ન પહોચતા પરિવારે શોધખોળ કરતા આજે તેની લાશ મળી હતી.

મિતેશ પરિવારનો એકનો એક દીકરો હતો
ગુલાબભાઈ પારડી પાલિકાના નિવૃત કર્મચારી છે જેમના સંતાનમાં બે દીકરીઓ જે બંનેના લગ્ન થઇ ચુક્યા છે. અને તેમનો એકનો એક પુત્ર મિતેશ હતો જે ભેંસલાપાડા કુસુમધર કંપનીમાં લેબ ટેકનીશયન તરીકે નોકરી કરતો હતો.જેના લગ્નના માટે પરિવારજનો સપના જોતા હતા.
FB પર મેસેજ લખી હિંમત આપતો બાદ તેજ હિંમત હાર્યો
મિતેશ છેલ્લા થોડા દિવસોથી તેના ફેસબુક પર સેડ મેસેજ મૂકી દિલની વાત શેર કરતો હતો તેને એક દિવસ અગાઉજ તેના આઈડી પરથી કંઈક આ શબ્દ લખ્યા હતા કે તું ફાઇટ કરશે તોજ આપણા મેરેજ થશે. મારો સપોર્ટ ઓલવેઝ રહેશે, બસ તું બોલ એટલું જ કહું હું તો પછી મેં બેસેલો છું. કહી તેની હિંમત આપતો હતો પરંતુ તે પોતેજ હિંમત હારીને આપઘાતી પગલું ભરી લીધું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો