તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઉદવાડાનાં ઉપસરપંચ લાંચ કેસમાં હોદ્દા પરથી દૂર કરાયા, NOC કાઢવા 40 હજારની લાંચ લીધી હતી

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલાટી વિરૂદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો

કપરાડાના કરજૂનના સરપંચે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા ઝડપાતા જિલ્લા વિકાસ અધિકારીએ તેમને હોદ્દા ઉપરથી દૂર કરવાના આદેશ કર્યા બાદ ઉદવાડા પંચાયતના વધુ એક ઉપસરપંચને પણ હોદ્દા ઉપરથી દૂર કરવાના આદેશ કરાયા છે. પારડીના ઉદવાડા ગામે બેે વર્ષ અગાઉ 2 એકર જમીન ખરીદવા માટે ઉદવાડા પંચાયતના ઠરાવની જરૂર હતી. આ માટે કોલક ગામના ધીરૂ આહિરનો સંપર્ક થતાં તેમણે ઠરાવના અવેજ પેટે ડે.સરપંચ પ્રજ્ઞેશ ઉર્ફે પપ્પુ બળવંતભાઇ પટેલ અને તલાટી વિમલ ટંડેલ વતી તેમના કહેવાથી 45 હજારની લાંચની માગણી કરાઇ હતી.

લાંચ માગવાની ફરિયાદ નવસારી એસીબીમાં થતાં ઉદવાડા ગામ રોડ પર લાંચના છટકામાં વચેટિયા ધીરૂ આહિરને 45 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં એસીબીએ ડેપ્યુટી સરપંચ પ્રજ્ઞેશ પટેલ અને તલાટી વિમલ ટંડેલ વિરૂધ્ધ પણ લાંચનો ગુનો દાખલ કર્યો હતો. એસીબીએ આ કેસમાં લાંચમાં સંડોવાયેલા ડેપ્યુટી સરપંચની પણ ધરપકડ કરી હતી.પારડીના ઉદવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પ્રજ્ઞેશ બળવંતભાઇ પટેલની બે વર્ષ અગાઉ એસીબી દ્વારા અટક કરવામાં આવી હતી.

જે અન્‍વયે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-59 (1) હેઠળ કારણદર્શક નોટીસ પાઠવી 21મી ઓગસ્ટના રોજ ઉપ સરપંચના હોદ્દા ઉપરથી મોકૂફ કરવામાં આવ્‍યા હોવાનું વલસાડ નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત) દ્વારા જણાવાયું છે. આમ વલસાડ જિલ્લામાં ટૂંકા ગાળામાં લાંચ લેવાના કેસમાં કપરાડાના કરજૂન ગામના સરપંચ બાદ ઉદવાડાના સરપંચને સસ્પેંડ થયા છે.

અન્ય સમાચારો પણ છે...