તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાતા મહારાષ્ટ્ર તરફથી ST બસો બંધ

પારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહારાષ્ટ્રની આ બસ સેવા હાલ બંધ થઇ - Divya Bhaskar
મહારાષ્ટ્રની આ બસ સેવા હાલ બંધ થઇ
 • વાપી ડેપોની 8, વલસાડની 3 સહિત 16 ટ્રીપો રદ કરાઇ

ગુુજરાતની એસટી બસો પરત ફરતી વખતે મુસાફરો પાસે RT-PCR કોરોના ટેસ્ટના સર્ટિ. ન હોવાથી બસો ખાલી આવી રહી છે. વાપી સહિત વલસાડ ડિવિઝનની મહારાષ્ટ્ર તરફની 16 જેટલી ટ્રીપો બે દિવસથી બંધ કરાઇ છે. જેને લઇ રોજના 2 લાખની ખોટ એસટીને જઇ રહી છે.વલસાડ જિલ્લાને મહારાષ્ટ્ર સાથે જોડતી બોર્ડરો પર હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

જેમાં અન્ય રાજયમાંથી આવતાં મુસાફરો માટે RT-PCR કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયો છે. છેલ્લા 72 કલાકમાં કરાવેલો ટેસ્ટ નેગેટિવ હોય તો જ એસટી નિગમની બસોમાં મુસાફરી કરી શકાશે એવો નિર્ણય લેવામા આવ્યો છે. વાપી,વલસાડ સહિતની એસટી બસો મહારાષ્ટ્રમાંથી પરત ફરતી વખતે ટેસ્ટ વગરના દર્દીઓ હોવાથી બસો ખાલી આવી રહી છે.

બે દિવસથી વાપી,વલસાડની 16 ટ્રીપો બંધ કરી છે. તહેવારોમાં એસટી સેવા ઠપ થઇ ગઇ છે. વાપી ડેપોને રોજના મહારાષ્ટ્ર રૂટના બસોની 1.50 લાખની આવક થતી હોય છે. વલસાડ ડિવિઝનને મહારાષ્ટ્ર તરફના રૂટોની બસો બંધ કરાતાં 2 લાખનુું નુકસાન થઇ રહ્યું છે.

મહારાષ્ટ્રની આ બસ સેવા હાલ બંધ થઇ
વાપી-ઔરંગાબાદ-2,વાપી-નાસિક-2, વાપી-શિરડી-2, વાપી-દહાણુ, વલસાડ ડેપોની 3 બસો,ધરમપુર ડેપોની 2 બસો,નવસારી અને બિલીમોરા ડેપોની એક-એક બસોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો