તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ધગળમાળમાં માતાના આડા સંબંધના વહેમમાં પુત્રએ પરિણીત યુવાનના પેટમાં ચપ્પુ હુલાવ્યું

પારડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હુમલામાં ઇજાગ્રસ્ત પરણિત યુવકને સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
 • પત્નીએ બૂમાબૂમ કરતા કૃપેશ ત્યાંથી ભાગી છૂટ્યો

પારડી તાલુકાના ધગડમાળગામે માતાના આડા સંબંધના વહેમમાં પુત્ર ફળીયામાં રહેતા પરણિત યુવાનના ઘરે રાત્રીએ ધસી જઈ ચપ્પુ વડે હુમલો કરતા પરણિત યુવક ગંભીર રીતે ઘાયલ બનતા સારવાર માટે પારડીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પારડીના ધગડમાળગામે મંદિર ફળિયામાં રહેતો અને સેલવાસ ખાતે મારુતિ વાનમાં મજૂરોને લાવવા લઇ જવાનું કામ કરતો પરણિત યુવક યોગેશ ભીમભાઈ પટેલ સોમવારે સેલવાસથી આવીને રાત્રીએ જમી પરવારી સુઈ ગયો હતો.

રાત્રીના અગિયારેક વાગ્યે ફળિયામાં જ રહેતો કૃપેશ સુભાષભાઈ પટેલ ઍક્સેસ મોપેડ પર તેના ઘરે આવ્યો હતો. આજે યોગેશ તને છોડવાનો નથી, મારી માતા સાથે કેમ સંબંધ રાખે છે એમ કહીને ગાળાગાળી શરૂ કરી હતી. યોગેશે ગાળ આપવાની ના કહેતા કૃપેશ ઉશેકરાઈ ગયો હતો.

અને સાથે લઈ આવેલા ચપ્પુથી યોગેશના પેટમાં હુલાવી દીધું હતું. હુમલા બાદ યોગેશની પત્ની ભારતીબેને બૂમબૂમ કરતા કૃપેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં યોગેશને 108 મારફતે પારડીની મોહનદયાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પારડી પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને લઇ સમગ્ર ગામમાં ચકચાર ફેલાય છે. જોકે હકિકત શુ છે તે તપાસ બાદ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો