હાલત ગંભીર:સોઢલવાડાનો આધેડ એસિડની પીતા હાલત ગંભીર, હોસ્પિટલમાં

પારડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાંત વડે એસિડની બોટલ ખોલવા ગયો હતો

પારડીના સોઢલવાડા ગામનો આધેડ એસિડની બોટલ દાંતથી ખોલવા જતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે. પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પારડી સોઢલવાડા ગામે નાથુડા ફળીયા ખાતે રહેતા ગમન ભાઈ કરશનભાઇ પટેલ ઉવ57 ગત તા 5 એપ્રિલના રોજ પોતાના ઘરે બાથરૂમ સાફ કરવા માટે એસિડની બોટલ લાવ્યા હોય જે દાંત વડે ખોલવા જતા તેમના મોઢામાં એસિડ જતું રહ્યું હતું.

અને પીવાઈ જતા જેમને બળતરા થવા લાગી હતી જેથી તેમને પ્રથમ પારડી મોહન દયાળ હોસ્પિટલ લાવી દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં થી વધુ સારવાર માટે ધરમપુર સાઈ નાથ હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા છે.આ અંગે પારડી પોલીસ મથકે જાણ કરવામાં આવતા બીટ જમાદારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.દાંત વડે એસિડની બોટલ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન એસિડ મોઢામાં આવી જતા હોસ્પિટલ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...