ચૂંટણી:પારડી બેઠક માટે હજુ સુધી માત્ર 6 ફોર્મ ઉપડ્યા

પારડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરવાની છેલ્લી 14 નવેમ્બર છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બ્યુગલ ફુકાઈ ચૂક્યું છે ચૂંટણી પંચ દ્વારા 14 નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. મતદાન 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર એમ બે તબક્કાના મતદાન બાદ 8મી ડિસેમ્બરે મત ગણતરી થશે. 14 નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં વિધાન સભાની પારડી બેઠક માટે તારીખ 9 .11. 2022 ના રોજ પારડી મામલતદાર ખાતેથી ફક્ત છ ફોર્મ ઉપડ્યા છે જેમાં કેતનભાઇ કિશોરભાઈ પટેલ (આપ), નવીનભાઈ શંકરભાઈ પટેલ (અપક્ષ ), પ્રવિણકુમાર ભોલાસિંહ (અપક્ષ ),સંજયભાઈ શાંતુભાઇ વળવી (અપક્ષ),હેમંતભાઈ ગોપાલભાઈ ટંડેલ (અપક્ષ), સુરેશભાઈ ગુલાબભાઈ વાઘીયાનો સમાવેશ થાય છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં ખૂબ હાલ નિરસતા ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. જોકે છ પૈકી ચાર અપક્ષ ઉમેદવાર હોવાથી અપક્ષ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ હોવાનું જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...