તસ્કરો ફરી શક્રીય:પારડી બાલદા રેસિડેન્સીમાં એક સાથે ચાર ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસના વિરામ બાદ ચડ્ડી-બનીયાન ધારી ટોળકી ફરી સક્રિય

પારડી પંથકમાં થોડા દિવસના વિરામ બાદ તસ્કરો ફરી શક્રીય બન્યા છે. થોડા દિવસો અગાઉ પંથકમાં લગાતાર ચોરી ના બનાવો બન્યા હતા જેને લઈ ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ચોરોએ પણ થોડા દિવસોનો વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી ત્યારે ફરી એક વાર રવિવારના મળસ્કે પારડી બાલદા રેસિડેન્સીમાં એક સાથે ચાર ચોરો આવી ચાર મકાનો ને નિશાન બનાવી પડકાર ફેંકી ગયા છે.

નિલેશભાઈ જીવરાજભાઈ પટેલ જેઓ બાલદા રેસિડન્સીમાં 83 નંબર ના ઘરમાં રહે છે તેઓ ગત રોજ પોતાની બહેનના ઘરે કેવાળા ખાતે હનુમાન જયંતી હોવાથી ગયા હતા આ દરમિયાન ચોરો એ તેમના ઘરનું મળસ્કે તાળું તોડી પ્રવેશી ઘરનો સામાન વેરવિખેર કરી કબાટ માં મુકેલા રોકડા રૂપિયા અંદાજે રૂ 40,000/-ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

એવી જ રીતે આજ રેસિડન્સીમાં 87 નંબર માં રહેતા મનોજભાઈ ગરાસીયા જેઓ પોતાના ગામ ગયા હતા 94 નંબર માં રહેતા મહેન્દ્ર ભાઈ પંચાલ જેઓ મુંબઈ રહે છે અને 117 નંબરમાં રહેતા બળવંત ભાઈ ઠાકોરભાઈ જેઓ ગઈકાલે મહાલક્ષ્મી માતાજી ના દર્શને ગયા હતા તેમના ઘરે પણ ચોરો એ તાળા તોડી ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. એક સાથે ચોરો એ ચાર જેટલા ઘરોના તાળા તોડ્યા હતા. સમગ્ર ઘરે તૂટેલા તાળાંમાં ચોરોએ મોટો હથોડો (ઘણ)લાવ્યા હોવાનું સ્થાનિકો એ જણાવ્યુ હતું ત્યારે પારડી પોલીસ ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિ મન કર્યા છે. પારડીમાં ગુનોનો ગ્રાફ ઊંચો જતા પોલીસ સ્ટેશનને પીઆઇ કક્ષાનું બનાવ્યું છે. છતાં ચોરીની ઘટના વધી.

સોસાયટીમાં લટાર મારતા ચોરો CCTVમાં કેદ
બાલદા રેસિડેન્સીમાં આવેલા ચડ્ડી બનિયાનધારી ચાર જેટલા સોસાયટીમાં લટાર મારતા કેદ થયા છે. CCTV મુજબ આ ચોરી 3 થી 3.30 ની વચ્ચે થઈ છે. નવાઈની વાત એ છે કે 3.30 વાગે 117 નંબ રના ઘરમાં રહેતા બળવતભાઈ ના ઘરે ચોરી થાય છે અને 3.45 વાગે તેઓ મહાલક્ષ્મી થી ઘરે આવે છે આમ 15 મિનિટ પહેલા જ એમના ઘરે ચોરી નો બનાવ બને છે.

અન્ય સમાચારો પણ છે...