તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:પારડીના જનસેવા કેન્દ્રમાં જાતિ આવકના દાખલા લેવા ધસારો

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ નિયમોનો સરેઆમ ભંગ થતાં સંક્રમણનો ડર

કોરોના કહેરને લઇ બંધ રહેલી પારડી તાલુકા સેવા સદન કચેરી હાલમાં શરુ થઇ છે. પરંતુ આ કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં કોવીડના નિયમોના સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સ્કૂલોના પરિણામ જાહેર થતા જાતી -આવક સહીતના પ્રમાણ પત્રો લેવા લોકોનો ધસારો વધી ગયો છે, જ્યાં લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટનના નિયમોનું સરેઆમ ભંગ સાથે જનસેવા કચેરીનો એક કર્મચારી માસ્ક વગર કામ કરતો હતો જે ખરેખર કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોવાનું દેખાઈ રહ્યું છે.

જનસેવા કેન્દ્રમાં કોવિડના નિયમોનું પાલન થાય અને લોકોને અગવડતા ન પડે તેવું કચેરીમાં બેસતા પ્રાંત અધિકારી કે મામલતદાર ચોક્કસ આયોજન કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...