રજૂઆત:ગૌવંશને દાટવાના બદલે ડમ્પિંગ સાઈડે ખુલ્લામાં ફેકાતા ગૌસેવકોમાં નારાજગી

પારડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાને આવેદન પત્ર આપી તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરાઇ

સામાન્ય સભા બાદ એક પછી એક અનેક વિવાદો માં પારડી નગરપાલિકા ઘેરાયેલી હોવાનું બહાર આવી રહ્યું છે. ઘર ઘર તિરંગા કાર્યક્રમ ના બહાને નગરજનો ને જબરજસ્તી ધમકી આપી પાલિકા માં બેઠક માટે બોલાવી પોતે બે કલાક મોડા પહોંચવું , ક્રિકેટ સ્ટેડિયમ નું ચારા કૌભાંડ બાદ હવે રાષ્ટ્રીય જાહેર થયેલ ગૌ માતા ને જાહેરમાં એ પણ જ્યાં ગામ નો કચરો નાખવામાં આવે છે એવા ડમ્પિંગ સાઈડ ખાતે ખુલ્લામાં છોડી દેવાતા ગાય માતાના રક્ષક અને તેમની સંભાળ રાખનારા ઓની લાગણી દુભાતા તેઓએ નગર પાલિકા ના ચીફ ઓફિસર , પ્રમુખ , ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ તમામને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આ આવેદનપત્રમાં નગરના જાગૃત અને ગૌ માતાના રક્ષક નાગરિકો એ પાલિકાના આ તમામ ઉચ્ચ હોદેદારો આવેદનપત્ર આપી જણાવ્યુ છે કે કે અન્ય પશુઓ સાથે ગાય માતાને ડમ્પિંગ સાઈડને ખુલ્લામાં નાખી હિન્દૂ ધર્મ નું અપમાન કર્યું છે. આ કૃત્ય સાંખી લેવાય તેવું નથી. તાત્કાલિક ધોરણે આવા પ્રકારના કૃત્યો બંધ કરી પશુઓ ના મરણ માટેની જમીન ફાળવી તેમને ધર્મ અનુસાર દાટવાની વ્યવસ્થા કરવામાં આવે અને સાથે સાથે જો આવું કૃત્ય હવે પછી થશે તો આમરણાંત ઉપવાસ પર ઉતરી ઉપવાસ દરમ્યાન બનનાર અણબનાવ જવાબદારી પણ પાલિકાની રહશે ની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...