રિનોવેશન:પારડી શહેરમાં બસ-સ્ટોપ, ઐતિહાસિક કિલ્લો અને વિિવધ ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવશે

પારડી,વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની કારોબારી સભામાં 7 કરોડના વિકાસના કામોને બહાલી અપાઇ

પારડી પાલિકાની કારોબારી ની સભા મળી હતી.જેમાં પાલિકા વિસ્તારમાં 7 કરોડના ખર્ચે વિકાસ કરાશે.પારડી પાલિકાની કારોબારી અધ્યક્ષ ગજાનંદ માગેલાની અધ્યક્ષતામાં બુધવારે મળી હતી. જેમાં વિવિધ સમિતિના એજન્ડા મુજબ કામો કરવામાં આવશે.

તેમાં કુલ 7 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવશે.પારડી પાલિકા શહેર વિસ્તારમાં આર સી સી માર્ગ,સ્ટ્રોમ વૉટર ડ્રેઇન,ગૌરવપથ,ડિવાઇડર,લાઈટ,ગ્રીનરી,જૂનું બસ સ્ટોપ રિનોવેશન, કિલ્લો રિનોવેશન, પોલીસ સ્ટેશનનો ગાર્ડન રિનોવેશન, પારડી સ્મશાન ગૃહ વગેરે કામો મુખ્યમંત્રી શહેરી યોજના ગ્રાન્ટ માંથી વિકાસના કામો કરવામાં આવશે.કારોબારી સભામાં બાંધકામ સમિતિના અધ્યક્ષ રાજેશ પટેલ,શાસક પક્ષના નેતા દેવેન શાહ,અલી અંસારી ,ચીફ ઓફીસર વગેરે હાજર રહ્યા હતા.

એક પણ કામ આંખે વળગીને દેખાઇ તેવું નથી થયું
પારડી પાલિકામાં અઢી ટર્મ બાદ નવા પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ઘણા મહિનાઓ વિતવા છતાં ફમ શહેરના ખરાબ રસ્તાઓ જોવા મળી રહ્યાં છે. સફાઇ કામગીરીના ધજાગરા ઉડી રહ્યાં છે. તળાવ વિકસાવાની કામગીરીમાં વેઠ ઉતારાઇ રહી હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. એક પણ કામ આંખે વળગે તેવું જોવા મળી રહ્યું નથી. માત્રને માત્ર નવી જાહેરાતો કરી સંતોષ માનવામાં આવતાં શહેરીજનોમાં પાલિકાના પદાધિકારીઓ સામે આક્રોશ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...