ખાતમુહૂર્ત:પારડીના વોર્ડ નંબર 5માં 58 લાખના ખર્ચે RCC રોડ બનશે

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ શાસિતપાલિકામાં કોંગ્રી સભ્યોના હાથે ખાતમુહૂર્ત

છેલ્લા કેટલાક વર્ષોથી વોર્ડ નંબર 5 માં આવેલા કહાર વાડથી હાઈવેને જોડતો રોડ પર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ વોર્ડમાંથી ચાર સભ્યો કોંગ્રેસના ચૂંટાઇ ઈવેલા જેઓએ ચૂંટણી પહેલા આપેલા વાયદા પ્રમાણે પોતાના વોર્ડની સમસ્યાને પ્રાધાન્ય આપ્યુ છે અને કહારવાડ થી લઈ હાઈવેને જોડતો 525 મીટર વોલ ટુ વોલ 58 લાખના ખર્ચે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કોંગ્રેસી સભ્યો દિલીપ પટેલ ,જીતુ ભંડારી, દક્ષાબેન ભગત અને મીરાબેન ભરતીયાના હસ્તે કરાતા સૌને કુતુહુલ થયું હતું કારણકે અહીં ખાતમુહુર્ત દરમ્યાન પ્રમુખ સહિત કોઈપણ ભાજપી સભ્ય કે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...