તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:ગ્રાહકોના ખાતામાંથી લાખો ઉપાડી લેનાર પોસ્ટ કર્મીને 5 દિ’ના રિમાન્ડ

પારડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પારડી અને વલસાડ નોકરીમાં રૂ. 47.56 લાખની ઉચાપત કરી હતી

દીકરીના ભવિષ્ય માટે લોકોએ સુ કન્યા યોજના હેઠળ ખાતા ખોલાવ્યા પરંતુ પોસ્ટલ આસિસ્ટન્ટ પૈસા ચાઉ કરી ગયો હતો. ચીટર પોસ્ટલ આસિસ્ટન્ટ વલસાડની સાથે પારડી પોસ્ટ ઓફિસના 24 ખાતેદારોના 38.56 લાખની ઉચાપત કરી હતી. પોસ્ટલ આસિસ્ટન્ટ સુનિલ ચાવડાને પારડી પોલીસ ટ્રાન્સફર વોરેંટથી લઇ આવી કોર્ટમાં રજુ કરી પાંચ દિવસ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

આ પોસ્ટલ આસી. 2015 થી 2018 સુધીમાં પારડી પોસ્ટ ઓફિસમાં ફરજ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 5 ખાતેદારોના નાણાં સ્વીકાર્યા હતા. પરંતુ એન્ટ્રી બાદ નાણાં જમા ન કર્યા હતા. આ સાથે તેણે 19 સેવિંગ ખાતેદારોની જાણ બહાર ડુપ્લીકેટ સહી કરી ખાતામાંથી 38.56 લાખ રકમની ઉચાપત કરી હતી. વલસાડથી ટ્રાન્ફર વોરંટથી પારડી પોલીસ મથકે લઇ આવી કોર્ટમાં રજુ કરતા 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ક્રિકેટના સટ્ટામાં હારી જતા ગ્રાહકોના રૂપિયા ચાઉ કર્યા
પોસ્ટના કર્મચારી સટ્ટો રમવાનો શોખીન હોય ફેસબુકથી સટ્ટો રમવાની ટ્રીક મળી હતી અને વર્ષ 2016થી તેણે ક્રિકેટ પાર સટ્ટો રમવામાં હારી જતા પોસ્ટ ગ્રાહકોની ખોટી સહી કરી લાખો રૂપિયા ચાઉ કરી સટ્ટામાં હારી ગયો હતો. આ ઉપરાંત આ મહાશય ડાયરામાં પણ રૂપિયા ઉડાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...