કાર્યવાહી:પારડીની સગીરા સાથે દુષ્કર્મમાં ભાવનગરના યુવક સામે પોસ્કો, ચેટીંગથી મિત્રતા કેળવી યુવક સગીરાને ભગાડી ગયો હતો

પારડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્લિપર કોચમાં ચાલુ બસે અને સુરત મિત્રને દુષ્કર્મ આચર્યું

પારડી તાલુકાના એક ગામમાં પોતાના દાદા-દાદી સાથે રહેતી ધોરણ 8 માં અભ્યાસ કરતી 12 વષીય સગીરા 38 દિવસ અગાઉ ગુમ થતા અપહરણ ની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાઇ હતી. આ કેસની તપાસ કરતા પારડીના પી.એસ.આઈ આર.જી.મેહતા કરી રહ્યા હતા ત્યારે સગીરા નવ દિવસ બાદ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અપહરણ કરનારની ચઢામણીથી પરિવારજનો સામે શારીરિક માનસિક ત્રાસથી ઘર છોડી ચાલી ગયાનું જણાવ્યું હતું.

જેની જાણ પારડી પોલીસને થતા સરથાણ પીલીસ મથકે પહોંચી સગીરાને પારડી લાવી પારડી પોલીસ તથા વલસાડ સર્કલ પીઆઇએ સમજાવી પૂછ પરછ કરતા એક નવું જ સત્ય બહાર આવવા છે. હકીકતમાં સમગ્ર મોકાણ મોબાઈલથી સર્જાઇ હતી. માતા ઘર છોડી પિયરમા રહેતી હોય અને પિતા કમાવા પરદેશમાં હોય સગીરા દાદા- દાદી સાથે રહી એન્ડ્રોઇડ મોબાઈલથી ઓનલાઈન અભ્યાસ કરવા ઉપરાંત ચેટ એપ દ્વારા નવા નવા મિત્રો બનાવી તેમની સાથે વાત કરી મોબાઈલ નો દુરુપિયોગ કરતી હતી.

જેમાં ભાવનગરના રોહન નામના યુવક સાથે મિત્રતા થતા તેણે ખોટી ઓળખ આપી પારડી આવી આ સગીરાને સુરત અને સુરતથી સ્લિપર કોચ લકઝરીમાં ભાવનગર લઈ ગયો હતો.રસ્તામાં સ્લીપર કોચમાં જ બે થી ત્રણ વખત સગીરા ની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું એટલેથી જ નહી અટકતા આ હવસખોરે ભાવનગરમાં મિત્રને ત્યાં અને ફરી સુરતમાં એમ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.

જે બાદ એક વાર્તા ઉપજાવી સગીરાને સુરત સરથાણા પોલીસ સ્ટેશન ખાતે છોડી ભાગી છૂટ્યો હતો. આ સગીરા પાસે તો આ યુવાન નું સાચું નામ કે એડ્રેસ પણ ન હતું પરંતુ પોલીસની સતર્કતાને લઈ મોબાઈલ નંબરના આધારે આ દુષ્કરર્મી યુવક સુરેશ મગજી વાઘેલા રહે ભાવનગર સોડવડદરા ગામ વાડી વિસ્તારનો હોવાનું બહાર આવતા પોલીસે તેને ઝડપી પાડપી પાડી તેની વિરુદ્ધ પોસ્કો તથા બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...