તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પારડીના ડુંગરીથી ખેરના લાકડાં ભરેલો ટેમ્પો ઝડપાયો, 34 હજારના લાકડાં પોલીસે કબજે કર્યા

પારડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પારડીના પી.એસ.આઇ બી એન ગોહિલના માર્ગદર્શન હેઠળ ગતરોજ પેટ્રોલિંગમાં દરમિયાન પોલીસે ડુંગરી, અતુલ ફળિયામાં પરીયા તરફથી એક મહિન્દ્રા જેનિયો ટેમ્પોમાં ગેરકાયદે લાકડાનો જથ્થો ભરી લઈ જવાઈ રહ્યો હોવાની બાતમી મળતા પોલીસની ટીમે વોચ ગોઠવી ટેમ્પો આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસને જોઈ ચાલકે રોડની સાઈડમાં ટેમ્પો ઉતારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

જોકે આ ટેમ્પોની પોલીસે તલાશી લેતા છોલેલા ખેરના લાકડાનો જથ્થો મળી આવતા ખેરના લાકડાંનો જથ્થો ભરેલો ટેમ્પો કબજો લઇ આ અંગે પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે લઇ વધુ કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ટેમ્પામા ખેરનાં લાકડાંના 79 નંગ જેનું ઘન મીટર 1.109 છે જેની કિંમત રૂપિયા 34.046 રૂપિયા થાય છે.પોલીસે ખેરના લાકડાં અને ટેમ્પો મળી 4.34.046નો મુદ્દામાલ રેન્જ ફોરેસ્ટ વાપી વિભાગને સુપરત કર્યો છે. આ લાકડાના જથ્થાની હેરાફેરી પાછળ કોણ છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો