કાર્યવાહી:પારડીના કલસરમાં બર્થ ડે પાર્ટીમાં ચાલતી શરાબની મહેફિલમાં પોલીસે ભંગ પાડ્યો

પારડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની મહેફિલ માણતા બર્થ ડે બોય સહિત 3 ફરાર જ્યારે 8 ઝડપાયા

પારડીના કલસર ગામે આહિર ફળિયા ખાતે ભૂત બાપજી ના મંદિર પાછળ આવેલા મુકેશભાઈ પટેલના જુના મકાનમાં કેટલાક યુવાનો ભેગા મળી જીતેશભાઈ પ્રભુભાઈ આહીર ના બર્થ ડે ની ઉજવણી કરવા સારુ દારૂની મહેફિલ સજાવી હોવાની બાતમી પારડી પોલીસ મથકના સિનિયર પીએસઆઇ કે.એમ.બેરિયા ને મળતા તાત્કાલિક તેમની ટીમ સાથે છાપો માર્યો હતો.

પોલીસે આગળના દરવાજા થી છાપો મારતા બર્થ ડે બોય જીતેશ આહીર,સહિત ત્રણ જેટલા ઈસમો પાછળના દરવાજા થી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે ગ્લાસમાં બીયર વિસ્કી રેડી મહેફિલ માણતા 8 ઇસમ ઝડપાયા હતા. ઘટના સ્થળેથી 8 બિયરના ટીન,25 ખાલી ટીન તેમજ અડધી વિસ્કિની બોટલ તેમજ 8 બાઇક-સ્કૂટર, એક કાર મળી કુલ્લે રૂ 5.07.950નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. તમામ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શરાબની મહેફિલ માણતા આ લોકો ઝડપાયા
(1)હેમંત હરિભાઈ માહ્યાવંશી રહે કલસર માહ્યાવશી ફળિયા(2)કૃણાલ જગદીશભાઈ ટંડેલ રહે કલસર સડક ફળીયા(3)પ્રવીણ છોટુભાઈ કો પટેલ રહે કલસર પટેલ ફળીયા(4)બ્રિજેશ વિનોદભાઈ કો પટેલ રહે ઉદવાડાગામ(5)કીર્તિ પ્રભુભાઈ આહીર રહે કલસર આહીર ફળીયા(6)કૃણાલ ધનસુખભાઈ આહીર રહે કલસર આહીર ફળીયા(7)ચિંતન કિરણભાઈ પટેલ રહે પલસાણા (8)દીપતિન ઠાકોરભાઈ પટેલ રહે મોટીવાડા પટેલ ફળીયા

અન્ય સમાચારો પણ છે...