અકસ્માત:સુખેશ લગ્નમાંથી પરત થતી રાહદારી મહિલાને ડમ્પરે કચડી, મહિલાનું ઘટના સ્થળે મોત, ડમ્પર ચાલક ફરાર

પારડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક નયનાબેન - Divya Bhaskar
મૃતક નયનાબેન

પારડીના સોંઢલવાડા ગામે વડીયા કાંછ ફળિયામાં રહેતી નયનાબેન દિલીપ ભાઈ પટેલ ઉ વ 48 નો પરિવાર ગત બુધવારે રાતે તેમના કૌટુંબિક સંબંધીને ત્યાં સુખેશ ગામે કોથળ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા ત્યાંથી રાત્રે અગિયારેક વાગ્યે નયનાબેન તેના કાકા સસરા મંગુભાઈ પટેલ સાથે ચાલતા પરત ઘરે જઈ રહ્યા હતા.

ત્યારે સોંઢલવાડા નથુડા ફળિયા ખાતે અર્જુનભાઈના ઘર સામે પરવાસા રોડ પર પૂરપાટ ઝડપે આવેલા ડમ્પર નંબર DD-01-H-9882 ના ચાલકે નયનાબેનને અડફેટમાં લેતા રસ્તા ઉપર પટકાયા બાદ ડમ્પરના વ્હીલ નીચે આવી માથું આવી જતાં ઘટના સ્થળે નયનાબેનનું અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પારડી પોલીસે લાશનો કબજો લઇ CHC ખાતે પીએમ કરાવી વધુ તપાસ PSI જે.એન .સોલંકીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...