પારડીના રોહિણા ગામે પરણિતાના ચરીત્ર ઉપર શંકા રાખી પતિએ માર માર્યા બાદ સાસુ સસરા અને જેઠે ગાળો આપી ઘરમાંથી કાઢી મુકતા પરિણીતાએ હોસ્પિટલના બીછાનેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. રોહિણાગામે ડોક્ટર ફળીયામાં રહેતા મનોજ કેશુભાઈ માહ્યાવંશી સાથે સાત વર્ષ પહેલા લગ્ન કર્યા બાદ સાસરે રહેતી જીનલબેન બે સંતાનની માતા બની હતી.
છેલ્લા બે વર્ષથી પતિ મનોજ પત્ની જીનલ પર પુરુષ સાથે સંબંધ હોવાનો વહેમ રાખી ઝઘડો કરતો અને દારૂ પી મારઝૂડ પણ કરતો હતો. ગત 15/11/2022ના રોજ જીનલ ઘરે હાજર હતી ત્યારે પતિ મનોજે ચોરી છુપે બીજા સાથે મોબાઈલ પર વાતો કરે છે, તારું અન્ય સાથે ચાલે છે જેવા શબ્દો કહીં ઝઘડો કરી તુંએ બીજો શોધેલો છે, તેની સાથે મઝા કરે છે કહીં ઉશ્કેરાઇ જઈ જીનલને લાકડાંના ફટાકાથી મારમાર્યો અને ઘરેથી ચાલી ન જાય તો મારી નાંખવાની ધમકી આપી હતી સાસુ સવીતાબેન, સસરા કેશવભાઈ અને જેઠ ભૂપેને પણ ગાળો આપી ઘર માંથી જવા કહેતા ગરભાયેલી જીનલ ઘર છોડીને પિયર ગોયમ મોટા ફળીયા જતી રહી હતી. જોકે પતિએ મારમાર્યો હોય દુખાવા સાથે ધબકારા વધી જતા જીનલને પિયરીયાઓએ પારડીની ખાનગી હોસ્પિટલમાંદાખલ કરી હતી જ્યાંથી તેણે પારડી પોલીસ સમક્ષ પતિ, જેઠ, સાંસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
રોહિણા ગામે પરિણીતા પર અત્યાચારના આ બનાવમાં પારડી પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે પિયર પક્ષ તેમજ પાડોસીના પણ પોલીસ નિવેદન લઈ રહી છે જેથી આરોપીઓ સામે ગાળિયો કસાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.