ઉંધા રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી:પરિયા સરપંચના પતિએ ઉંધો ત્રિરંગાનો ફોટો શેર કર્યો

પારડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવાદ બાદ બાળકોએ લગાવ્યાનું કહ્યું

આઝાદીના 75 વર્ષ પૂરા થયા ની યાદમાં આ વર્ષે 13 થી 15 ઓગસ્ટની વચ્ચે પોતાના ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાની નરેન્દ્ર મોદીએ અપીલ કરી હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયાગામના સરપંચ ડિમ્પલબેન પટેલના પતિ અમિત પટેલે રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લઈ એક પોસ્ટ ફેસબૂક પર શેર કરી હતી પરંતુ ઉત્સાહના આવેગમાં અમિતે રાષ્ટ્રધ્વજ ઉંધો લગાવેલો હોય જિલ્લાભરમાં તેની તસ્વીર વાયુવેગે વાયરલ થતા વિવાદ સર્જાયો છે.

જોકે આ બાબતે દિવ્યભાસ્કરે અમિત પટેલ સાથે કરેલી વાતચિતમાં તેમણે જણાવ્યું હતું. કે આ રાષ્ટ્રધ્વજ વર્ષ જૂનો હતો. મારા ઘરના બાળકોએ ભૂલમાં ઉંધો લગાવી દીધો હતો અને હું પણ જોયા વગર ફોટો પાડી ભૂલમાં ફેસબુકમાં પોસ્ટ કરી હતી.મને ધ્યાને આવતા પોસ્ટ ડીલીટ પણ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...