ફરિયાદ:પારડીની મહિલાને બીજી બાળકી થતાં સાસરીયાઓનો ભારે ત્રાસ

પારડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ, સસરા અને દિયર વિરુદ્ધ ત્રાસ અંગે ફરિયાદ

પારડીની મહિલાને બીજી પણ દીકરી થતા પતિ અને સાસરીયાઓ દ્વારા શારીરીક માનસિક ત્રાસ આપવામાં આવતા આ અંગે મામલો પોલીસ મથકે પહોચ્યો છે. પારડી શહેરમાં વલસાડી ઝાંપા કુંભારવાડ ધર્મશાળા પાછળ રહેતા પ્રકાશ રણછોડભાઈ પ્રજાપતિ સાથે વેસ્ટ મુંબઈ ગોરેગાંવ રહેતી બબીતાબેને વર્ષ 2008માં સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા લગ્ન જીવનમાં પ્રથમ એક દીકરીનો જન્મ થયો હતો.જે બાદ વર્ષ 2017 માં બીજી એક દીકરીનો જન્મ થતા પતિએ આ બીજી દીકરીનું ભરણપોષણ મારાથી થશે નહીં કહી હેરાન કરવાનું ચાલુ કર્યું હતું જોકે આ બાબતે સસરા રણછોડભાઈ અને દિયર મનીષે પણ ચઢામણી કરતા વધુ ઝઘડો થતો હતો અને મેણા ટોણા મારી ત્રાસ આપી અપશબ્દો કહેતા હતા .

દીકરીને ભણાવવા માટે તારા ભાઈ પાસેથી પૈસા લઇ આવ તોજ તને ઘરમાં રહેવા દેવ એવું પતિ અને સાસરીયાઓ કહેતા હોવાના આક્ષેપો સાથે બબીતાએ પારડી પોલીસ મથકે પતિ,સસરા અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોધવી છે. ફરિયાદ આધારે પારડી પોલીસે દહેજ ધારાની કલમો હેઠળ પતિ, સાંસુ સસરા સહિત સાંસરિયા સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...