તપાસ:ઘરેથી સ્કૂલે જવા નીકળેલી પારડીની સગીરા ગુમ થઇ

પારડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટુકવાડાના યુવકે અપહરણ કર્યું હોવાની ફરિયાદ

પારડીના એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરા ઘરેથી સ્કૂલે શાળા નિકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી છતાં પત્તો ન લાગતા શંકાના આધારે એક યુવકની તપાસ કરી તો તે પણ ઘરે ન હોય એ યુવક સગીરાનું અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. પારડી તાલુકાના એક એપાર્ટમેન્ટમાં રહેતા પર પ્રાંતીય પરિવારની 15 વર્ષ 7 મહિનાની સગીરા ગત તા 31 ડિસેમ્બરે ઘરેથી સ્કૂલે જાવ છું કહી નીકળી હતી. જે બાદ તે મોડી સાંજે પણ પરત આવી ન હતી.

જેથી સગીરાના પરિવારે સ્કૂલે તેમજ આજુબાજુમાં શોધખોળ કરી છતાં ભાળી ન હતી. અગાઉ સગીર દિકરીનો ટુકવાડાગામે યોગેશ્વર પાર્ક રાજવીર બિલ્ડિંગમાં ફ્લેટ નં 205 માં રહેતો હર્ષ જીતેન્દ્ર સિંગ સગીરા પીછો કરતો હોય સગીરાના પરિવારે હર્ષને સમજાવ્યો હતો. આ બનાવ બાદ સગીરા લાપતા બનતા શંકા જતા યુવકના ઘરે તપાસ કરવા ગયા હતા ત્યારે હર્ષ પણ તેના ઘરેથી ગાયબ જણાતા પરિવારે હર્ષ તેમની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચે અપહરણ કરી ગયો હોવાની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...