ક્રાઈમ:પારડીની સગીરાને મહારાષ્ટ્રનો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો

પારડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવક સામે અપહરણની ફરિયાદ દાખલ

પારડી શહેરમાં રહેતી 17 હમીદા (નામ બદલ્યું છે.) બે દિવસ અગાઉ બ્યુટી પાર્લરમાં જાવ છું કહી તેના ઘરને લોક કરી પાડોશીને ચાવી આપી ગઈ હતી જે બાદ હમીદા પરત ન આવતા પરિવાર જનો હમીદાને લઈ ચિંતિત બન્યા હતા અને પારડી બજારમાં બ્યુટીપાર્લર અને સગા સંબધીને ત્યાં હમીદાની શોધખોળ શરૂ કરી હતી જે બાદ પણ હમીદાની ભાળ મળી ન હતી પરતું ઘરે રહેલો હમીદાનો મોબાઈલ ચેક કરતાં જેમાં મહારાષ્ટ્ર ધુલિયા ખાતે રહેતો ચાંદ નવાબ રસિક શેખનો મોબાઈલ નંબર મળતા તેને ફોન કર્યો હતો અને જેનો ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે તેના મિત્ર બાદ ચાંદ નવાબ શેખના નાના ભાઈ શેહબાઝ રસીદ શેખને કરતાં તેણે તમારામાં દમ હોય તો અહી આવીને તપાસ કરી જાવનું કહ્યું હતું જેથી પરિવાર ધુલિયા જઈ તપાસ કરી જ્યાં હમીદા પણ ન મળી હતી સાથે ચાંદ નવાબ પણ મળી ન આવ્યો જેથી ચાંદ નવાબ સગીરાને લાલચવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો ફરિયાદ નોંધાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...