તપાસ:પારડીની કંપનીનો કામદાર રહસ્યમય રીતે ગુમ

પારડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારડીની એલોઈઝ કંપનીમાં નોકરી કરતો અને કંપનીના રૂમમાં રહેતો અમનકુમાર સત્યેન્દ્ર મિશ્રા ઉવ 30 મૂળ રહે બિહાર 23 નવેમ્બરે કંપનીએ નોકરી પર ગયો ન હતો અને તે બપોર બાદ કંપનીમાં જઈ કંપની માલિક પાસે ખર્ચીના 6000 રૂપિયા ઉપાડ લીધા હતા જે બાદ તે કંપનીના રૂમે ગયો હતો.

પરંતુ બીજા દિવસે તેના બાજુમાં રહેતા અને સાથી કામદારે અમનકુમાર રાત્રિએ રૂમે ન આવ્યો હોવાનું કંપની મેનેજર પ્રવીણ ભંડારીને જણાવતા રૂમે ગયા હતા. મોબાઈલ પર કોલ કરતાં ફોન ની રિંગ રૂમમાં સંભળાઈ હતી જેથી મેનેજરે કંપની માલિક સાથે રૂમનું તાળું તોડ્યું હતું તો મોબાઈલ રૂમની અંદરથી મળ્યો હતો અને ખર્ચના 6000 પણ મળ્યા હતા પરંતુ અમન કુમારની કશે પણ ભાળ ન મળતા પારડી પોલીસ મથકે મેનેજર પ્રવીણભાઈએ ફરિયાદ નોધાવી છે.

અન્ય સમાચારો પણ છે...