તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પારડીની અપહ્યત સગીરા 3 મહિના બાદ ચંદીગઢથી મળી, દુષ્કર્મ થતાં બળાત્કાર સાથે પોસ્કોનો ગુનો દાખલ

પારડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પારડીથી ગુમ થયેલી સગીરા ચંદીગઢથી મળી આવી છે. પારડી શહેરમાં રહેતી પરપ્રાંતિય પરિવારની 14 વર્ષીય સગીરા ભેદી સંજોગોમાં 13 મેના રોજ ઘરેથી ગાયબ થઇ હતી. બે માસ બાદ અપહરણની ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદ આધારે પારડી પોલીસને સગીરા ચંદીગઢમાં હોવાનું મોબાઈલ લોકેશન મળતાં એક ટીમને રવાના કરી હતી જ્યાં સગીરા મળી આવતા તેને અપહરણ કરી જનાર અજય વિરેન્દ્ર રામદેવ ઉંમર 21 તેને અપહરણ કરી ગયો હોવાનું બહાર આવતાં તેની પણ ધરપકડ કરી પારડી લઈ આવી હતી.

તપાસમાં આ સગીરાના અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા બળાત્કાર પોલીસે આરોપી સામે દુષ્કર્મ સાથે પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી સીપીઆઈએ વધુ તપાસ હાથ ધરી છે. હાલ સગીરાનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...