દુર્ઘટના:પારડીના યુવકનું હાઈવે ઉપર અકસ્માતમાં મોત

પારડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક સ્લીપ થતાં અન્ય વાહન ફરી વળ્યું

પારડી શહેરમાં ચાર રસ્તા નજીક સ્ટેશન રોડ ભંડારી સ્ટ્રીટ ખાતે રહેતો બે સંતાનોના પિતા એવા રાજેન્દ્રભાઈ ઉત્તમભાઈ પટેલ રવિવારના સવારે સેલવાસ સરસ્વતી પોલીમાર કંપનીમાં નાઈટ શિપમાં નોકરી કરી પરત તેના ઘરે સ્પેલન્ડર બાઈક નંબર GJ-15-AR-6178 પર આવી રહ્યા હતા.ત્યારે પોણા નવેક વાગ્યે નેશનલ હાઇવે 48 નો મોતીવાડા બ્રિજ ઉતરતા તેની બાઈક કોઈ કારણ સર સ્લીપ થઈ ગઈ હતી જેને લઇ તે માર્ગ પર પટકાયા હતા. આ દરમિયાન તેના પાછળથી એક અજાણ્યું વાહન પૂરઝડપે આવતા તેના કમરના નીચેના ભાગે ચઢાવી મૂકી અજાણ્યો વાહનચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં રાજેન્દ્રભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી જેને લઇ ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યા પામ્યું છે આ અકસ્માતની જાણ પારડી ભંડારી સ્ટ્રીટ ખાતે રહેતા તેમના સંબંધીઓને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આ મામલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે લાશનો કબ્જો લઇ ઓરવાડ પીએચસી ખાતે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે અકસ્માતમાં રાજેન્દ્રનું મોત નિપજતા પારડી ભંડારી સમાજમાં શોકની કાલિમા ફરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...