તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ મંજૂર:પારડી તાલુકા પંચાયતનું 5 કરોડનું પુરાંતવાળુ કુલ 66 કરોડનું અંદાજપત્ર મંજૂર કરાયું

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહીદો -ખેડૂતોને શ્રદ્ધાંજલિની રજૂઆત નજરઅંદાજ

પારડી તાલુકા પંચાયત કચેરીમાં નવા પ્રમુખ મિત્તલબેન પુનિતભાઈ પટેલના અધ્યક્ષતામાં મળેલી પ્રથમ સામાન્ય સભામાં ચૂંટાયેલા સભ્યો અને ટીડીઓ એસ.ડી.પટેલ અને એસઓ સુરેશ પટેલ સહિતના કર્મચારીની હાજરીમાં વર્ષ 2020- 21ના સુધારેલા તથા વર્ષ 2021-22ના અંદાજપત્રની સર્વાનુમતે મંજૂરી આપી હતી. જેમાં વર્ષ 2020ના સુધારેલા અંદાજ મુજબ ખર્ચ રૂપિયા 66 કરોડ 3 લાખ 38 હજાર અને તા 31-3-2020ના રોજની બંધ સિલ્ક 3 કરોડ 1 લાખ 52 હજાર 5 રૂપિયા અંદાજવામાં આવી છે.

સામે વર્ષ 21-22ની અંદાજીત આવક 61 કરોડ 66 લાખ 15 હજાર રૂપિયા અંદાજતા રૂપિયા 5 કરોડનું પુરાંતવાળું બજર મંજૂર કરાયું છે. જેમાં સ્વભંડોળની મર્યાદિત આવકમાંથી શિક્ષણક્ષેત્રે 1 લાખ 40 હજાર, સમાજ કલ્યાણ ક્ષેત્રે 6 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 8 લાખ 5 હજાર, બાંધકામ ક્ષેત્રે 7 લાખ અને કુદરતી આપત્તિ ક્ષેત્રે 44 લાખ 50 હજારની મુખત્વે જોગવાઈ કરાઇ છે. અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતાં કામોમાં સમાવેશ કરવાની ખાત્રી આપ્યા છતાં શ્રધ્ધાંજલી ન અપાતા બળવંતભાઈએ નારાજગી વ્યક્ત કરી હતી.

ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સભા અને મુલાકાત હોવા છતા તેમનો પરિચય પણ આપવામાં આવ્યો ન હતો. અંતે આભારની લાગણી પણ વ્યક્ત ન કરાતા અપક્ષ સભ્ય બળવંત પટેલે ટકોર કરી હતી. જોકે સભામાં અધ્યક્ષના જવાબ આપવાના બદલે કાર્યવાહીમાં એસઓ સુરેશ પટેલ જવાબ આપતા સભામાં છવાયેલા જોવા મળ્યા હતા.

આ સભામાં બજેટ સાથે કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના સભ્યોની રચના થઇ હતી. સામાન્ય રીતે પહેલા સમિતિના ચેરમેનની વરણી થયા બાદ સભ્યની રચના થતી હોય છે પરંતુ અહીં ઊલટું જોવા મળતા સભ્યોમાં ગણગણાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો