તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પારડી પાલિકાએ કચરા નિકાલનું ટ્રોમેલ મશીન વસાવ્યું

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડંપિંગ સાઇટ પર મકેલા મશીનથી કચરાની છાણવટ કરી નિકાલ કરાશે

પારડી પાલિકા દ્વારા સમગ્ર શહેરમાંથી ઘરે ઘરે ફરી ઉચકતો કચરો ભેસલા પાડા ખાતે આવેલી ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. ભૂતકાળમાં આ ડમ્પિંગ સાઇડે ઠલવાતા કચરા માંથી સરકારની યોજના હેઠળ વર્મી કંપોઝ પ્લાન્ટ બનાવી કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ માવજતના અભાવે આખી યોજના પેપરના પાના પર રહી ચુકી હતી.જેને લઇ ડમ્પિંગ સાઈડ પર આવતા કચરાના ઢગ ખડકાતા આ વિસ્તારમાં દુર્ગંધ અને મચ્છર જન્ય રોગોથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા.

લગભગ બે વર્ષથી આ સાઇટ પર ભેગો કચરો સળગાવી દેવામાં આવતો હતો.હવે એન.જી.ટી અને જી.પી.સી.બી.ની ગાઈડલાઈન અનુસાર પાલિકાએ હાલ સાઇટ પર 300એમટીનું ટ્રોમેલ મશીન મુકયું છે.જેનાથી કચરાની છાણવટ કરી રિસાયલક કરાશે અને ખાતર પણ બનાવવામાં આવશે. પાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોષીએ સ્વચ્છતા અભિયાન 2021માં સુકો અને ભીનો કચરો છૂટો આપી અભિયાનને સાથ સહકાર આપવા નગરજનોને અપીલ કરી છે.

વીજળી કનેક્શન મળતાં જ ડપિંગ સાઈડે કામ શરૂ થઈ જશે
ટેન્ડરિંગ કરી સુરતની શાંતિ કોર્પોરેશનને કોન્ટ્રાકટ આપ્યો છે. ડપિંગ સાઈડે ટ્રોમેલ મશિન મુકવામાં આવ્યું છે.વીજ કનેક્શન માટે નાણાં ભરાઈ ગયા છે. કનેક્શન મળતાં કમ શરૂ થશે. હવે કચરાને સળગાવવામાં નહીં આવે જેને લઈ સ્થાનિકોને રાહત મળશે.> પ્રાચીબેન દોષી,ચીફ ઓફિસર પારડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો