તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી સહાયન મજાક:વાવાઝોડામાં થયેલા નુકસાનીની સરકારી સહાયને મજાક ગણાવતા પારડીના ખેડૂતો

પારડી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સહાયમાં ખાતર કે દવા કે મજૂરીનો ખર્ચો પણ નહીં નીકળી શકે

તાઉ-તે વાવાઝોડામાં પાકને થયેલ નુકસાનને ધ્યાને લઇ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી છે. જે મુજબ વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં નુકસાનીના પ્રમાણ અને નુકસાનીના પ્રકારને ધ્યાનમાં રાખી સહાય ચૂકવવા સર્વે કરવામાં આવી રહ્યું છે. પાકમાં નુકસાનીના વળતર પેટે સરકાર દ્વારા એક હેક્ટર દીઠ 30 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.એક ખેડૂતને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં રૂપિયા 60 હજારની મદદ મળશે.જોકે સરકાર દ્વારા જાહેર કરેલી આ સહાય મજાક સમાન હોવાનું ખેડૂતો માની રહ્યા છે.

કારણ કે અતિસંવેદનશીલ પાક ગણાતી કેરીની ખેતી માટે ખેડૂતોએ મોંઘા ભાવની દવા અને ખાતર સહિતની આંબાવાડીઓમાં માવજત કરવી પડે છે. દવાના છંટકાવ અને ખાતરની જરૂર પડે છે. જેમાં લાખોનો ખર્ચો થાય છે. આમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ 2 હેક્ટરની મર્યાદામાં માત્ર 60 હજાર નું વળતર ખેડૂતોને મજાક સમાન લાગી રહ્યું છે.કારણ કે મોંઘા ભાવની કેરીની ખેતી કરતા ખેડૂતોને સરકાર દ્વારા કરવામાં આવનાર સહાયથી ખાતર કે દવા કે મજૂરી નો ખર્ચો પણ નીકળી શકે તેમ નથી.

તદ ઉપરાંત હાલ જે પણ પાક બચ્યો છે. તેના પર વરસાદના લઈ પિલવણી શરૂ થતાં પાક પર ચિક્ટો પડી રહ્યો છે અને પાક બગડી રહ્યો છે . પાકનું નુકસાન કરી ચૂકેલા ખેડૂતો સરકાર સમક્ષ સહાયની રકમમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ઝાડ દીઠ સહાય મળે તેવી માગ કરાઇ
સરકારે જે સહાયની જાહેરાત કરી છે તે એક મજાક જેવુ છે. વલસાડ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કેરી અને ચીકુના પાક પર નિર્ભર છે. વરસાદ અને વાવાઝોડાને લઈ ભારે નુકશાન થયું છે. બચેલા પાકોમાં પડેલો વરસાદને લઈ કેરીના ડીચામાં પાણી પચી જતાં કેરી પાકે એટલે સડી જાય છે. જેથી અળધા ભાવે કેરી વેચવી પડે છે.વધુમાં પીલવણી શરુ થતા ચિકટો પડતા દવાનો ખર્ચ વધી ગયો છે. સરકારની સહાયમાં કશું જ મળતું નથી ઝાડ દીઠ વળતર મળે તેવી માંગ છે.>બચુભાઈ પટેલ ખેડૂત ઉમરસાડી ,

અન્ય સમાચારો પણ છે...