તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:પારડી આહીર સમાજે ક્રિકેટ રમાડી 130 યુવકોને કોરોના કાળમાં 2 લાખનો વીમો કરાવી આપ્યો

પારડી5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમાજના તમામ ખેલાડીઓની ભવિષ્યની ચિંતા કરીને આ પગલું ભરાયું

સમાન્ય રીતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે આયોજન કરાય છે પણ પારડી આહીર સમાજ દ્વારા ખેલાડીઓના ભવિષ્યની ચિંતા કરી ભાગલેનારા ખેલાડીઓને આકસ્મિક કે કુદરતી અવસાનના સંજોગોમાં વળતર મળે તે હેતુ થી ટૂર્નામેન્ટ યોજી 130 ખેલાડીઓનો 2લાખનો વીમો ઉતારી આપ્યો હતો.

આહિર યુથ ક્લબ દ્વારા રવિવારે પોણીયા ખાતે પારડી આહિર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતું. જેમાં પારડી તાલુકાની કુલ 8 ટીમએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ આશાપુરા વોરિયર્સ અને ક્રિષ્ના ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં આશાપુરા વોરિયર્સ વિજેતા બની હતી. જ્યારે ક્રિષ્ના ઇલેવન રનર્સ અપ બની હતી. ફાઇનલમાં વિજેતા થયેલી ટીમ તથા રનર્સ-અપ ટીમને કપ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મેન ઓફ ધ ટુર્નામેન્ટ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, ફિલ્ડર સહિતની ટ્રોફીઓ આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં આયોજકો દ્વારા અનોખી પહેલ કરી ટુર્નામેન્ટ થકી ઉભી થયેલી આવકમાંથી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા 130 ખેલાડીઓને રૂ. 2 લાખનો વીમો ઊતરાવી આપ્યો હતો. જેમાં આકસ્મિક કે કુદરતી અવસાનનાં સંજોગોમાં રૂ. 2 લાખનું વળતર મળવાપાત્ર થાય છે. આ ટુર્નામેન્ટમાં નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર, ધરમપુર એપીએમસીના ચેરમેન જીવાભાઇ આહિર, વલસાડ જિલ્લા આહિર સમાજના પ્રમુખ પ્રકાશભાઈ આહીર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ પંકજ આહિર વગેરેઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો