તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌ હત્યાનું રેકેટ:પારડી તાલુકાના ડહેલીગામે ખેતરમાં ખુલ્લેઆમ થતી ગૌવંશની કતલથી આક્રોશ

પારડી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગામલોકો દોડી જતા કતલ કરનારો ફરાર

પારડીના કાકવા ફળિયા સ્થિત એક ખેતરમાં ગૌવંશના ચાર પગ બાંધીને કતલ કરી દેવામાં આવી હોવાની ઘટનાની જાણ થતાં જ ગામ લોકો તાત્કાલિક દોડી ગયા હતા. ગાયની કતલ કરનાર ઇસમ ફરાર થઇ ગયો હતો જોકે, ત્યાં બાંધેેલી એક વાછરડીને બચાવી લીધી હતી.

ડહેલીગામે એક ખેતરમાં ખુલ્લેઆમ ગૌવંશના ચાર પગ બાંધીને કોઇ ઇસમ હત્યા કરી રહ્યા હોવાની બાતમી મળતાં જ ગામલોકો દોડી ગયા હતા. જોકે, ગામ લોકો પહોંચતા જ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સ્થળ ઉપરથી જીજે 15 એમએમ - 2999 નંબરની બાઇક મળી હતી જેના આાધારે તપાસ કરતા દેહલી મુસ્લીમ ફળિયામાં રહેતો મહમદ ઇમ્તિયાઝ શેખ અને બીજા બે અજાણ્યા ઇસમો ગાય અને વાંછરડાને ક્યાંકથી લઇ આવ્યા હતા જેને અહીં કતલ કરી દેવામાં આવી હતી. ગામ લોકોને સ્થળ ઉપરથી વાછરડું પણ મળ્યું હતું જેનો બચાવ થયો હતો.

પારડી પોલીસે આરોપી સામે પ્રાણી ક્રુરતા અધિનિયમ તથા આઇપીસી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લામાં પારડી-વાપી તથા ઉમરગામના ભીલાડ-સંજાણ વિસ્તારમાં ઘણા સમયથી ગૌ હત્યાનું રેકેટ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો