અકસ્માત:પારડી સ્ટેશન નજીક બે બાઇક સામસામે અથડાતા એકનું મોત

પારડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માત સર્જનાર ચાલક બાઈક લઈ સ્થળેથી ફરાર

સુરત શહેરમાં ઉન પાટિયા ખાતે રહેતા અરમાન ખાન સીરાજ ખાન ઉવ 42 અને તેનો મિત્ર રાજકુમાર મુરલીધર પ્રજાપતિ સાથે સ્પેન્ડર પલ્સ બાઇક નંબર GJ-05-SX-4927 પર સવાર થઈ ગત તા 6 નવેમ્બર ના રોજ દમણ થી સુરત તરફ જવા નીકળ્યા હતા ત્યારે રાતે આઠેક વાગ્યે પારડી રેલવે સ્ટેશન આગળ રેલવે ફાટક પાસે આવતા તેમની સામે એક અન્ય બાઇકચાલક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક અથડાવી દેતા બંને બાઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો.

જેમાં સ્પેલન્ડર બાઇકચાલક રાજકુમાર પ્રજાપતિ અને અરમાન ખાન બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જોકે અરમાનખાન ને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે તાત્કાલિક સુરત ખસેડાયો હતો જ્યાં સુરતની વિનસ હોસ્પિટલ ખાતે 7 નવેમ્બર ના રોજ અરમાન ખાનનું મોત નિપજવા પામ્યું હતું.બીજી તરફ અકસ્માત કરનાર અજાણ્યો બાઇક ચાલક જેતે સમયે ઘટના સ્થળે થી બાઇક લઈ ભાગી છૂટ્યો હતો.

આ અંગે મૃતકના પુત્રએ પ્રથમ સુરત લાલ ગેટ પોલીસ સ્ટેશને જાણ કરતા સુરત પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી હતી જે બાદ 12 નવેમ્બર ના રોજ પારડી પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવા પામી છે.જે આધારે પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...