હુમલો:પડોશીનો માતા અને પુત્ર ઉપર ઝાટકાથી હુમલો

પારડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોતીવાડા ગામે નજીવી બાબતે મારામારી થઈ

પારડી તાલુકાના મોતીવાડા ગામે થાપડી ફળિયામાં રહેતા સતિષભાઈ શંકરભાઈ પટેલ અને તેની માતા તારા બેન આજે ઘરે બપોરે જમવા બેઠા હતા તે સમયે તેમના પડોશમાં રહેતો ભીખુભાઈ બાબરભાઈ પટેલ ઘરે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમે રાત્રે આંબાનાં ઝાડ પર બલ્બ મુકેલો છે એ કાઢી નાખજો તે સામે તેઓએ પણ બલ્બ કાઢી નાખીશું તેવી વાત કરી હતી જે બાદ અચાનક ભીખુભાઈ ઘરેથી ઝટકો લઈ આવ્યા હતા અને આ મુદ્દે માતા પુત્ર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને આ બોલાચાલીમાં ભીખુભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ તારા બેન ને મારવા ગયા હતા જેમાં તારા બેન ને હાથ આડો કરી દેતા તેમના હાથમાં ઝાટકાનો ધાર લાગી ગઈ હતી અને આ સાથે ભીખુભાઈ તેમના પુત્ર સતીશભાઇ ને પણ ઝાટકો વડે મારવા ગયા હતા તેઓએ પણ હાથ આડો કરી દેતા તેમના હાથમાં પણ ઝટકાથી ઘા થયો. માતા-પુત્ર બંનેને ઝટકા ને લઇ લોહીલુહાણ થઇ જતાં તેઓએ પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર લીધી હતી જે બાદ સમગ્ર બાબતે પારડી પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...