તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીનો પોલીસ કર્મી બર્થડે ઉજવવા આરોગ્ય કર્મી સાથે 26 હજારનો દારૂ ભરી કારમાં લઇ જતો પારડી કલસર ચેકપોસ્ટ આગળથી ઝડપાઈ ગયો હતો.પારડી PSIને મળેલી બાતમી આધારે કલસર ચેકપોસ્ટ આગળ સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન વગર નંબરની સ્વીફ્ટ કાર આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો તો ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો અંતે ચાલકે કાર ઉભી રાખતા તેમાં તલાશી લેતા કારમાંથી 75 બોટલ દારૂ રૂ. 26500નો જથ્થો હાથ લાગ્યો હતો.
પોલીસે પુછપરછ કરતા ચાલક કોઈ બુટલેગર નહીં પરંતુ નવસારી પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિરલ રમેશભાઈ પટેલ રહે ગણદેવી પટેલ ફળીયા હોવાનું બહાર આવ્યું હતું. તેની સાથે તરલ પંકજભાઈ પટેલ રહે ગણદેવી પટેલ ફળિયા નાગધરા જે પીએચસીમાં ફરજ બજાવતો હેલ્થ વર્કર નીકળ્યો હતો. પોલીસે 26500 દારૂ અને સ્વિફ્ટ કાર મળી 2.47 લાખનો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ સેકન્ડ psi ડી.જે.બારોટને સોંપી છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.