તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નવસારીનો પોલીસ કર્મી 26 હજારના દારૂ સાથે ઝડપાયો

પારડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પારડી પોલીસે ઝડપેલા આરોપી. - Divya Bhaskar
પારડી પોલીસે ઝડપેલા આરોપી.
  • કારમાં નાગધરાનો હેલ્થ કર્મી પણ હતો

નવસારીનો પોલીસ કર્મી બર્થડે ઉજવવા આરોગ્ય કર્મી સાથે 26 હજારનો દારૂ ભરી કારમાં લઇ જતો પારડી કલસર ચેકપોસ્ટ આગળથી ઝડપાઈ ગયો હતો. પારડી PSIને મળેલી બાતમી આધારે કલસર ચેકપોસ્ટ આગળ સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન વગર નંબરની સ્વીફ્ટ કાર આવતા અટકાવવાનો પ્રયાસ કર્યો તો ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો અંતે ચાલકે કાર ઉભી રાખતા તેમાં તલાશી લેતા કારમાંથી 75 બોટલ દારૂ રૂ. 26500નો જથ્થો હાથ લાગ્યો હતો.

પોલીસે પુછપરછ કરતા ચાલક કોઈ બુટલેગર નહીં પરંતુ નવસારી પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિરલ રમેશભાઈ પટેલ રહે. ગણદેવી પટેલ ફળીયા હોવાનું બહાર આવ્યું હતું. તેની સાથે તરલ પંકજભાઈ પટેલ રહે. ગણદેવી પટેલ ફળિયા નાગધરા જે પીએચસીમાં ફરજ બજાવતો હેલ્થ વર્કર નીકળ્યો હતો. પોલીસે 26500 દારૂ અને સ્વિફ્ટ કાર મળી 2.47 લાખનો મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ સેકન્ડ પીએસઆઇ ડી.જે.બારોટને સોંપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દમણ-વાપીથી અપડાઉન કરનારા અથવા તો પ્રસંગોમાં દારૂની ખેપ મારનારાઓની સંખ્યા વધી છે ત્યારે પોલીસ પણ એટલી જ સજાગ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો