તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતાનું ઉત્તમ ઉદાહરણ:અજાણ્યા 2 દર્દીને પારડીના મુસ્લિમ યુવકે રોઝો તોડી પ્લાઝમા ડોનેટ કરી નવજીવન બક્ષ્યું

પારડી11 દિવસ પહેલા
 • કૉપી લિંક

હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને જેનું મુસ્લિમ સમાજ માટે ખુબ જ મહત્વ રહેલું છે સાથે આ રમઝાન માસમાં દાન કરવાનું પણ એટલું જ મહત્વ માનવામાં આવે છે. જેમાં માનવ સેવા સાથે જરૂરી વસ્તુઓનું દાન કરે છે. પારડીના સઇદ અહેમદ યુસુફ નામના વ્યક્તિએ અજાણ્યા કોરોના દર્દીની જિંદગી બચાવવા રોઝો તોડી પ્લાઝમાં ડોનેટ કરી નવજીવન આપ્યું હતું.

પારડી શહેરમાં સેવાભાવી યુવકો એવા ચિંતન સંઘાડીયા, રાજ શાહ પિનાકીન રાણા સહિતના યુવાનો ઈમરજન્સી બ્લડ ડોનેટ નામનું ગ્રુપ ચલાવે છે જેમાં બ્લડની જરૂર હોય એવા વ્યક્તિઓનેઆ ગ્રુપ દ્વારા મદદરૂપ બની બ્લડ ની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ ગ્રુપ પાસે કોવિડના બે દર્દીઓને પ્લાઝમાની જરૂર હોવાની જાણ થતા આ પ્લાઝમાં માટે સેમ્પલ જેવી જરૂરી પ્રક્રિયા પારડી શહેરમાં શાકભાજી માર્કેટ ખાતે રહેતા સઈદ અહેમદ યુસુફે પૂર્ણ કરી હતી, રમઝાન મહિનો ચાલતો હોવાથી તેઓ પ્લાઝમા ડોનેટ કરી શક્યા ન હતા.

પરંતુ દાખલ દર્દીઓની હાલત કટોકટ થાય તેમ હોવાથી ઇમર્જન્સીમાં જરૂરિયાત હોય આ અંગે ગ્રુપ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી અલી અન્સારીએ તેમને પ્લાઝમા ડોનેટ કરવા જાણ કરી હતી અને સઇદ અહેમદે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના બે અજાણ્યા દર્દીની જીંદગી બચાવવા માટે રોઝો તોડી નાખ્યો હતો અને વલસાડ બ્લડ બેંક ખાતે પહોંચી તેમણે પ્લાઝમા ડોનેટ કરી માનવતાનું લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કોઇપણ દર્દીને પ્લાઝમાં ડોનેટ કરીશ
રોઝા પાળ્યો હતો.પરંતુ બે કોરોના દર્દીને પ્લાઝમાની જરૂર હોવાથી જિંદગી બચાવવા ખાતર મેં રઝો તોડ્યો હતો. લોકોની જિંદગી બચાવવા માટે સામે હિન્દુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ કોઈપણ વ્યક્તિ હોય જરૂર પડે તો આવનારા દિવસોમાં પણ હું પ્લાઝમાં ડોનેટ કરીશ.> સઈદ એહમદ યુસુફ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો